તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જિલ્લા ભાજપ પ્રમુખપદનું કોકડું ઉકેલાયું : પી.સી.પટેલની નિમÒંક

જિલ્લા ભાજપ પ્રમુખપદનું કોકડું ઉકેલાયું : પી.સી.પટેલની નિમÒંક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ વર્ષ ૨૦૦૭ થી ૧૦ સુધી પ્રમુખ તરીકે સેવા આપી હતી : પૂર્વે પ્રમુખે
ભાસ્કર ન્યૂઝ . હિઁમતનગર
સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખની વરણીનો મામલો છેલ્લા કેટલાય સમયથી ગંૂચવાયેલો હતો.દરમિયાન પ્રદેશ ભાજપે રવિવારે સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખપદે પ્úથ્વીરાજ પટેલે પર પસંદગી કરતા સંગઠનમાં જિલ્લા પ્રમુખ કોણની આતુરતાનો અંત આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે પી.સી.પટેલ અગાઉ વર્ષ ૨૦૦૭ થી ૧૦ સુધી જિલ્લા સંગઠનમાં પાર્ટીના પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂકયા છે.
જિલ્લામાં પી.સી.ના નામથી ઓળખાતા પ્úથ્વીરાજ પટેલ ભાજપના સ્થાપના કાળથી પાર્ટી સાથે વિવિધ હોદ્દાઓ પર કાર્યરત રહ્યા છે. તેઓ ચાર ટર્મ સુધી ઇડર માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ઉપરાંત બજાર નિયંત્રણ સંઘના મહામંત્રી તરીકે ચાર વર્ષ સુધી રહી ચૂકયા છે. હાલમાં તેઓ સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના સભ્ય તરીકે અને પશ્ચિમ રેલ્વે એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે સેવા આપે છે.
અગાઉના પ્રમુખ જે.ડી.પટેલે પાલિકામાં કારોબારી ચેરમેનની જવાબદારીને કારણે અનિચ્છા વ્યક્ત કરી
સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખની વરણીનો મામલો પસંદગી પ્રક્રિયાથી પેચીદો ન હોતો બન્યો. પરંતુ તેની પાછળનું કારણ ડિસેમ્બરમાં થયેલી વિધાનસભાની ચંૂટણીઓમાં પાર્ટીના થયેલા રકાસને કારણે પ્રદેશનું મોવડી મંડળ છાશ ફંૂકી ફંૂકી પીતુ હતું. પ્રદેશ સંગઠન સાથે જિલ્લા ભાજપના આગેવાનોએ જિલ્લા પ્રમુખ તરીકે જે.ડી.પટેલને જવાબદારી ચાલુ રાખવા જણાવાયુ હતું. પરંતુ જે.ડી.પટેલે અનિચ્છા દર્શાવ્યા બાદ સંગઠને અન્ય નિર્ણય લીધો હતો. જોકે જે.ડી.પટેલે પણ પાલિકામાં કારોબારી ચેરમેનની જવાબદારીને કારણે અનિચ્છા વ્યક્ત કરી હતી.
૬ ઢ્ઢીએ નવા પ્રમુખ ચાર્જ સંભાળશે
જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે વરાયેલા પી.સી.પટેલ આગામી તા.૬ જુલાઇના રોજ ડૉ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મ જંયતી હોવાથી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યભાર સંભાળશે એમ જણાવ્યુ હતું.