• Gujarati News
  • અપહરણ મુદ્દે ટોળાનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

અપહરણ મુદ્દે ટોળાનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખેડબ્રહ્ના/વડાલી
ખેડબ્રહ્નામાં યુવાનના અપહરણ મુદ્દે ઉશ્કેરાયેલું ટોળું રવિવારે સાંજે પોલીસ સ્ટેશને ધસી જઈ પથ્થરમારો કરતાં ચકચાર મચી ગઈ હતી.જોકે ૨૦૦ માણસોના કાફલાએ એકાએક કરેલા પથ્થરમારા દરમિયાન ત્રણ પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી.પોલીસે ટોળાને વખિેરવા ટીયગેસના સેલ છોડી લાઠીચાર્જ કરતાં ટોળું વખિેરાયું હતું.ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કરી પાંચ જણાની ધરપકડ કરતા શહેરમાં સોપો પડી ગયો હતો.બીજી તરફ વડાલી તાલુકાના વાડોઠ પાટિયા નજીકથી અપહ્યુતની જલદપ્રવાહી છાંટી સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવતા વડાલી અને ખેડબ્રહ્નામાં ખળભળાટ મચી ગયો છે.
ખેડબ્રહ્નાના પ્રકાશકુમાર ભીયારામ પ્રજાપત (ઉ.વ.૩૦) ની પત્ની ભાવનાબેન વડાલી તાલુકાના હાથરવા ગામના રાકેશકુમાર હીરાભાઇ પરમાર સાથે ભાગી ગઇ હતી.ત્રણ માસ પછી ભાવનાબેન શનિવારે ખેડબ્રહ્ના પરત આવી હતી પણ ભાવનાબેન પતિ સાથે રહેવા માગતી ન હતી. જેથી પોલીસે તેને હિઁમતનગરના નારી સરંક્ષણ ગૃહમાં મોકલી આપી હતી.
દરમિયાન રવિવારે પ્રકાશભાઇ પ્રજાપતના પિત્રાઇ ભાઇ બકસારામ સગરામભાઇ પ્રજાપતનું અજાણ્યા ચાર-પાંચ શખ્સોએ અપહરણ કર્યું હતું. જેથી અપહરણની ઘટના સંદર્ભે હાથરવાના રાકેશકુમાર પર શંકા રાખી બકસારામની પત્ની ગોદીબેને રવિવારે રાકેશકુમાર તેમજ અન્ય પાંચ શખ્સ વિરુદ્ધ ખેડબ્રહ્ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન સાંજના ૬ વાગ્યાના સુમારે અચાનક ૨૦૦ સ્ત્રી-પુરૂષોનું ટોળુ ખેડબ્રહ્ના પોલીસ સ્ટેશન આગળ એકઠુ થઇ ગયુ હતું અને રાકેશકુમાર પરમારને પકડી લાવી બકસારામને શોધી આપવાની માગણી કરી હતી. જોકે પોલીસે દરમિયાનગીરી કરી ટોળાને વખિેરાઇ જવા સમજાવ્યુ હતું. છતાં ટોળુ ઉશ્કેરાઇ ગયુ હતું અને પોલીસ પર પથ્થર મારો શરૂ કરી દીધી હતો. જેમાં પોલીસ કર્મી હે.કો.કિરીટભાઇ હીરાજી, જુલીયટભાઇ ધનજીભાઇ તથા સુરેન્દ્રસિંહ બળદેવસિંહને ઇજા પહોંચી હતી. ત્યારબાદ ટોળાને વખિેરવા માટે પોલીસે બે ટીયરગેસના સેલ છોડી લાઠીચાર્જ કરતા ટોળુ વખિરાઇ ગયુ હતું.
આ અંગે હરેશભાઇ રમેશભાઇએ ટોળામાંના કેટલાક લોકોને ઓળખી બતાવતા ૩૦ શખ્સો સહિત ૨૦૦ના ટોળા વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ પી.એસ.આઇ. વિરલ પટેલે નોંધાવી હતી. દરમિયાન પોલીસે દિનેશભાઇ ગોદડજી પ્રજાપત, ઢગલુજી શંકરજી ભાટ, પ્રભુરામ રામાજી મેણ, પારસભાઇ ગેવરજી પ્રજાપત તેમજ ગેદડજી મોહનજી પ્રજાપતની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા હતા. ઉપરાંત ચાર બાઇક કબજે લીધા હતા. ઉપરાંત પોલીસે ગુના સંદર્ભે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે.
એફએસએલ અને ડોગસ્કવોર્ડની મદદ લેવાઇ
ખેડબ્રહ્નાના અપહૂર્ત યુવાનનું અપહરણ કરાયા બાદ તેની લાશ વાડોઠ નજીકથી મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડોગસ્કવોર્ડની મદદ લીધી હોવાનું ખેડબ્રહ્નાના પી.એસ.આઇ. વિરલ પટેલ, ખેરોજના પી.એસ.આઇ. ડી.ડી.ચાવડા અને વડાલીના પી.એસ.આઇ. આર.કે.પરમારે જણાવ્યુ હતું.