• Gujarati News
  • થાનમાં વીજથાંભલો તૂટી જતાં અકસ્માતનો પ્રજાજનોમાં ભય

થાનમાં વીજથાંભલો તૂટી જતાં અકસ્માતનો પ્રજાજનોમાં ભય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
થાનગઢમાં ઘણા સમયથી વીજ કંપનીના ધાંધીયાથી લોકો પરેશાન છે. ત્યારે થાનગઢના મુકિતધામ પાસે વીજ થાંભલો તૂટી જતા અકસ્માતનો ભય ઉભો થયો છે. આથી આ અંગે ઝડપથી કાર્યવાહી કરવા થાનગઢવાસીઓમાં માંગ ઉઠી છે.
ચોટીલા તાલુકામાંથી થાન તાલુકો અલગ બનવા છતાં થાનમાં વીજ કંપનીના ધાંધીયા દૂર થયા નથી. થાનગઢમાં વીજ થાંભલો તૂટી જવા છતાં કોઇ પગલા ન લેવાતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. થાન શહેરના મુકિતધામ પાસે ઘણા સમયથી વીજ કંપનીનો થાંભલો તૂટી ગયો છે. જેને કારણે તે થાંભલો નમી પડયો છે જે તેને વહેલી તકે રીપેર કરાવવા અંગે સામાજીક કાર્યકર્તા નટુભાઇ આલાભાઇ અને કિશોરભાઇ લક્ષ્મણભાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ મુકિતધામ પાસેનો રસ્તો દિવસભર ટ્રાફિકથી ધમધમતો રહે છે. આથી આ તૂટી ગયેલ થાંભલાનું તાત્કાલીક રિપેરીંગ કામ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
જયારે થાન વીજ કંપનીના ઇજનેર દૂધરેજીયાએ જણાવ્યુ કે, આ સમસ્યાની રજૂઆત અમારી પાસે આવી છે. મુકિતધામ પાસે થાંભલાનું તુરંત જ રિપેરીંગ કામ હાથ ધરવામાં આવશે.