• Gujarati News
  • ચોટીલામાં વીજળી ટેલિફોન સેવા ખોરવાતા લોકો બન્યા પરેશાન

ચોટીલામાં વીજળી-ટેલિફોન સેવા ખોરવાતા લોકો બન્યા પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચોટીલા
ચોટીલા માં શુક્રવારે ટેલિફોન સેવા તથા વીજપુરવઠો થોડા કલાકો માટે ઠપ થઇ ગયો હતો. ચોટીલા થાન રોડ પર વીજવાયર તૂટી જતાં શહેરમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જ્યારે ટેલિફોન એક્સચેંજમાં કા‌ર્ડ‌માં ખામી સર્જાતા લેન્ડ લાઇન ટેલિફોન વનવે બની ગયા હતા.
ચોટીલા માં શુક્રવારે થાન રોડ પર કોઇ કારણોસર વીજવાયરની લાઈનમાં ભડાકા સાથે બે કેબલો તૂટી ગયા હતાં. જેના કારણે ચોટીલા શહેરમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. આ અંગે ચોટીલા વીજ કચેરીને જાણ થતાં એન.એમ.ચાવડા, હસુભાઈ ગેડીયા, એન.પી.પંડયાની ટીમે ઘટના સ્થળે ધસી જઇ મરામત કાર્ય શરૂ કર્યુ હતું. આ અંગે વીજ કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઇ પક્ષી વાયર પર બેઠુ હોય અને તેનુ પીછુ અડી ગયુ હોય તેના કારણે આ ભડાકો થયો હોઇ શકે. જ્યારે ચોટીલાના ટેલિફોન એક્સચેંજમાં એક કા‌ર્ડ‌માં ક્ષતિ સર્જાઇ હતી. જેના કારણે શહેરના અનેક બીએસએનએલ લેન્ડ લાઇન ટેલિફોન થોડા કલાકો માટે વનવે થઇ ગયા હતાં. ત્યારે ટેલિફોન કચેરીનાં અધિકારી અમિતકુમાર યાદેવ ટેકનિકલ સ્ટાફ દ્વારા આ ક્ષતિ દૂર કરતા ફરી વખત ટેલિફોન રણકતાં થયા હતાં. ચોટીલા માં વીજળી અને ટેલીફોન સેવા ખોરવાઇ જતા લોકો પરેશાન બની ગયા હતા. ચોટીલા માં વારંવાર વીજળી અને ટેલીફોનના ધાંધીયાથી લોકોમાં રોષ ફેલાયો છે.