• Gujarati News
  • કામલપુરના ખેડૂતોની લોકસભા ચૂંટણીના બહિ‌ષ્કારની ચીમકી

કામલપુરના ખેડૂતોની લોકસભા ચૂંટણીના બહિ‌ષ્કારની ચીમકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી તાલુકાના કામલપુર ગામે આવેલા પ૦ મેગા વોટના પાવર પ્લાન્ટમાં ખેડૂતોની જમીનોના સર્વે નંબર ખોટી જગ્યાએ ફીટ કરાયા છે. આ કંપની દ્વારા સરકારી ખરાબામાં મોટાપાયે દબાણ કરવાની સાથે ખેડૂતોના ખેતરમાં જવા આવવાના રસ્તા પણ બંધ કરી દેવાયા છે. આ અંગે ખેડૂતો દ્વારા સીટમાં ફરિયાદ કરવાની સાથે ખેડૂતો દ્વારા આરટીઆઇમાં માંગવામાં આવેલી વિગતોમાં તંત્ર દ્વારા ખોટી માહીતી અપાઇ છે. આ કંપનીના અન્યાય સામે પાછલા બે વર્ષથી ન્યાય મળ્યો નથી. આથી કામલપુર ગામના સંખ્યાબંધ ખેડૂતોએ આજે પાટડી મામલતદાર કચેરીએ તાકિદે ધસી ગયા હતાં. અને આ બાબતે ન્યાય નહી મળે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિ‌ષ્કાર કરવાની લેખીત ચીમકી આપી હતી. ત્યારબાદ પાટડી નાયબ મામલતદારને લેખીત આવેદનપત્ર આપતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.