• Gujarati News
  • વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીના પ૩૭મા પ્રાગટયદિનની ઉજવણી

વૈષ્ણવ સંપ્રદાયના મહાપ્રભુજીના પ૩૭મા પ્રાગટયદિનની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ૩૭મા પ્રાગટય દિનની શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરેન્દ્રનગર અને વઢવાણની હવેલીમાં વિવિધ મનોરથ, શોભાયાત્રા સહિ‌તના કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ.
સુરેન્દ્રનગરના વિઠ્ઠલપ્રેસમાં આવેલ દ્વારકાધીશજીની હવેલી ખાતે તા. ૨પ એપ્રિલને શુક્રવારના રોજ શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ૩૭મા પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૭-૩૦ કલાકે મંગળા આરતીમાં ૮૪ બેઠકના દર્શન થયા હતા. જયારે ૧૦ કલાકે શણગારમાં સોનાના પલના દર્શન, ૧૧-૩૦ કલાકે રાજભોગમાં તિલક, નંદ ઉત્સવ, ઉત્થાપન સહિ‌તના પ્રસંગોના દર્શનમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
વઢવાણ : વઢવાણ શહેરના સમસ્ત વૈષ્ણવ સમાજ તથા પુષ્ટી સંપ્રદાયની મદનમોહન હવેલી ખાતે શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ૩૭મા પ્રાગટય દિનની ઉજવણી કરાઇ હતી. વઢવાણ શહેરમાં શોભાયાત્રા ફરી મદનમોહન હવેલીએ પહોંચી હતી. આ પ્રસંગે છાક મનોરથના દર્શન, કીર્તન, મહાપ્રસાદનો વૈષ્ણવોએ લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વસંતભાઇ, સુભાષભાઇ, મનહરભાઇ, રસીકભાઇ, ગોવિંદભાઇ, ભોગીલાલભાઇ તથા સમસ્ત વૈષ્ણવ સમાજે જહેમત ઉઠાવી હતી.