• Gujarati News
  • આખરે સુરેલ અ ને વિસનગરમાં પાણીના ટેન્કર ચાલુ કરાવાયા

આખરે સુરેલ અ ને વિસનગરમાં પાણીના ટેન્કર ચાલુ કરાવાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણકાંઠાના છેવાડાના બે ગામોમાં વિરડા ગાળીને લોકો ખોબે ખોબે પાણી પીએ છે. પાટડી તાલુકાના સુરેલ અને વીસનગર એ બે ગામ ઉંચાઇ પર આવેલા હોવાથી આ નર્મદા વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાંખ્યાને પાંચથી છ વર્ષ વીતવા છતાં આ બે ગામમાં જ નર્મદાનું પાણી પહોંચ્યુ નથી જયારે વીસનગર ગામે તો પીવાના પાણીનો બોર ફેઇલ થઇ જતા ગ્રામજનોને ના છૂટકે રૂપેણ નદીના કાંઠે વિરડા ગાળીને ખોબે ખોબે પીવાનું પાણી પીતા હોવાનો વિસ્તૃત અહેવાલ તા. ૨૩ના રોજ દિવ્ય ભાસ્કરમાં છપાયો હતો. જેના પ્રચંડ પડઘારૂપે પાણી પુરવઠા વિભાગ દ્વારા વિસનગર ગામે એક સાથે પીવાના પાણીના ત્રણ ટેન્કરો શરૂ કરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો. આ અંગે સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર બી.બી.શાહે જણાવ્યુ કે, હાલમાં વીસનગર ગામે પીવાના પાણીના ટેન્કરો ચાલુ કરાયા છે. અને નવો બોર પણ મંજૂર કરવામાં આવ્યો છે.