• Gujarati News
  • વઢવાણ પાસે પદયાત્રા સંઘના ટ્રેકટરને ડમ્પરે અડફેટે લીધું

વઢવાણ પાસે પદયાત્રા સંઘના ટ્રેકટરને ડમ્પરે અડફેટે લીધું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વઢવાણ
વઢવાણ-કોઠારીયા રોડ પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરથી નદીશાળ તરફ પદયાત્રા સંઘ જતો હતો. આ દરમિયાન વઢવાણ જેટકો સબ સ્ટેશનના દરવાજા પાસે ડમ્પરે પદયાત્રા સંઘને અડફેટે લેતા અકસ્માત સર્જા‍યો હતો. આ બનાવમાં ત્રણ મહિ‌લા પદયાત્રીઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં.
વઢવાણ -કોઠારીયા રોડ પર રસ્તા વચ્ચે વૃક્ષો હોવાને કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ત્યારે પદયાત્રા સંઘના ટ્રેકટરને ડમ્પરે જોરદાર ટક્કર મારતા ત્રણ મહિ‌લાને ગંભીર ઇજા પહોંચી છે. આ બનાવની પ્રા વિગતો મુજબ સુરેન્દ્રનગરથી શ્રી શકિત પગપાળા સંઘ નદીશાળા તરફ જતો હતો. વઢવાણ-કોઠારિયા રોડ પર જેટકો સબ સ્ટેશનના દરવાજા પાસે પદયાત્રા સંઘનું ટ્રેકટર જતુ હતું. આ સમયે પૂરઝડપે આવતા ડમ્પરે ટ્રેકટરને અડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં કાંતાબહેન, વર્ષાબહેન અને અચુબહેનને ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ થતાં કોઠારિયાના સેવાભાવી કાનજીભાઈ પઢીયાર સહિ‌તના લોકોએ દોડી જઇને ૧૦૮ બોલાવી ઇજાગ્રસ્તોને દવાખાને ખસેડાયા હતાં.
આ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત મહિ‌લાઓ સુરેન્દ્રનગર અને દૂધરેજના હોવાનું ખૂલ્યુ છે. આ બનાવ અંગે ધ્રાંગધ્રાના હિંમતભાઇ છનાભાઇ ગોહિ‌લે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની જાણ થતા વઢવાણ પોલીસે ઘટના સ્થળે ધસી જઇને તપાસ હાથ ધરી છે.