• Gujarati News
  • ઓળક પાસે અકસ્માત : એકનું મોત

ઓળક પાસે અકસ્માત : એકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘંઉ ભરેલો ટ્રક ચાલકે રોંગસાઇડ આવી કાઉં મારતા ઘટના બની
ભાસ્કર ન્યૂઝ.સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય પંથકના માર્ગો પર અકસ્માતોના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે લખતર પોલીસ મથકેથી પ્રા માહિ‌તી મુજબ કેશોદ ગામના ટ્રકચાલક મારશીભાઈ ટ્રકમાં ઘંઉનો જથ્થો ભરીને ડીસા તરફ જતાં હતાં. આ દરમિયાન ઓળક ગામ નજીક સામેથી આવતા મેટાડોર સાથે ધડાકાભેર અથડાવતા અકસ્માત સર્જા‍યો હતો. આ બનાવમાં મેટાડોરના ચાલક કિશોરભાઈ લાલજીભાઈ માલકીયાવાળાને ઇજાઓ પહોંચી હતી. જ્યારે ટ્રકચાલક મારશીભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સી.જે.હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાતા કરૂણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતની મૃતક ટ્રકચાલક વિરૂદ્ધ કિશોરભાઈએ લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ એમ.ડી.વાઘેલા ચલાવી રહ્યાં છે.