• Gujarati News
  • ઝાલાવાડમાં વાતાવરણ પલટાતાં ઘઉંના પાકને અસર : લણણી મોડી થશે

ઝાલાવાડમાં વાતાવરણ પલટાતાં ઘઉંના પાકને અસર : લણણી મોડી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના કેનાલમાં પાણી આવતા ખેડૂતો રવિપાક તરફ વળ્યા છે. ઝાલાવાડના ખેડૂતોએ જીરૂ, ઘઉં, રાયડો સહિ‌તના રવિપાકનું ભારે વાવેતર કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ એક લાખ હેકટરમાં જીરૂનું વાવેતર કરી રાજ્યમાં અગ્રેસરનું સ્થાન મેળવ્યુ છે. ત્યારે પ૦ હજારથી વધુ એકરમાં ઘઉંનુ વાવેતર પણ કય્ર્‍ાંુ છે. પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવતા અને કમૌસમી વરસાદના લીધે ઘઉંના પાકને નુકશાન થયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, ધ્રાંગધ્રા, ચૂડા, લખતર, હળવદ વગેરે વિસ્તારોની ૧૦ હજાર એકર જમીન પર ઘઉંના પાકને અસર થઇ છે. ઝાલાવાડમાં પલટાતા વાતાવરણ અને કમૌસમી વરસાદના લીધે રવિપાકની લણણીની કામગીરી પણ હવે ઢીલમાં પડવાની શકયતા છે.
આ અંગે ખેડૂતો વિક્રમભાઇ કોળી, નરશીભાઇ દલવાડી, વાસુદેવભાઇ પટેલ વગેરેએ જણાવ્યુ કે, હવામાન બદલાતા રવિપાકોને નુકશાન થયુ છે. હાલ ઘઉંનો પાક લણણી પર છે. ત્યારે આ વાતાવરણ પલટાતા લણણીની કામગીરી ઢીલમાં પડે તેમ છે. તેમાં પણ મજૂરોની તંગી હોવાથી ઘઉંનો પાકનું વેચાણ મોડુ થશે.
આ અંગે સુરેન્દ્રનગર ખેતીવાડી ખાતાના બી.સી.પટેલે જણાવ્યુ કે, ઝાલાવાડમાં ઘઉંના પાકને અસર વાતાવરણની અસર થઇ છે. આથી ખેડૂતોને લણણીનું કામ મોડુ થાય તેમ છે. જેથી કદાચ નવા ઘઉં બજારોમાં મોડા આવશે.