• Gujarati News
  • પાલિકામાં ખાતર બનાવનાર મંડળીને પૈસા ન ચૂકવવા રાવ

પાલિકામાં ખાતર બનાવનાર મંડળીને પૈસા ન ચૂકવવા રાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ખમીસાણા રોડ પર વર્મી‍ કમ્પોસ્ટ પ્લાન બનાવાયો છે. જેમાં શહેરના ઘન-કચરાનું એકત્રીકરણ કરી ખાતર બનાવાય છે. ત્યારે આ ખાતર બનાવવા માટે સહકારી મંડળી સાથે કરાર કરાયો છે.પરંતુ આ સહકારી મંડળી દ્વારા નગરપાલિકામાં મૂકાયેલ બિલ અમુક તથ્યોની તપાસ કરીને પાસ કરવા કારોબારી ચેરમેને ચીફ ઓફિસરને પત્ર લખી જાણ કરી છે.
સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા ઘન કચરાનું એકત્રીકરણ કરીને ખમીસાણા રોડ પર વર્મી‍ કમ્પોસ્ટ પ્લાન્ટ
બનાવાયો છે.
આ પ્લાન્ટમાં ઘન-કચરામાંથી ખાતર બનાવવા માટે નવલગઢ મજૂર સહકારી મંડળી લીમીટેડ સાથે નગરપાલિકા દ્વારા કરાર કરવામાં આવ્યો છે. ત્યારે નવલગઢ મજૂર સહકારી મંડળીએ ઘન કચરામાંથી તૈયાર કરેલ ખાતર માટેનું બિલ નગરપાલિકામાં રજૂ કય્ર્‍ાંુ હતુ. જેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રવીણસિંહ ઝાલાએ ચીફ ઓફિસરને પત્ર લખી અમુક વિગતો જાણ્યા બાદ જ આ બિલ ચૂકવવા જણાવ્યુ છે. આ પત્રમાં જણાવાયા મુજબ નાયબ ખેતી નિયામકના તા. ૭-૩-૧૪ના પત્ર મુજબ ફર્ટીલાઇઝ‌ર્સ કંટ્રોલ એકટ - ૧૯૮પ મુજબના પેરામીટ‌ર્સ યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરવી જોઇએ. જયારે તૈયાર થયેલ ખાતરનું જાહેર હરરાજીથી વેચાણ કર્યા બાદ આવેલ રકમમાંથી બિલ ચૂકવવાની કાર્યવાહી કરવી જોઇએ તેમ પણ જણાવાયુ છે. આ ઉપરાંત નગરપાલિકાના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં તૈયાર થયેલ ખાતરની ગુણવત્તા પણ લેબોરેટરીમાં ચકાસાયેલી હોવી જરૂરી છે. આથી આ તમામ બાબતોનું પૃથ્થકરણ કર્યા બાદ સહકારી મંડળીને તેમનું બિલ ચૂકવવા પત્રના અંતે જણાવાયુ છે.