• Gujarati News
  • સાયલાના શાક માર્કેટમાં રખડતાં ઢોરોથી મહિ‌લાઓ પરેશાન

સાયલાના શાક માર્કેટમાં રખડતાં ઢોરોથી મહિ‌લાઓ પરેશાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાયલા
સાયલા શહેરમાં ગીચ વસ્તી ધરાવતા વિશ્વભૂજેશ્વરી ચોકમાં સવારની માર્કેટ ભરાય છે. તાજા શાક ભાજીની ખરીદી માટે અનેક મહિ‌લા અને વૃદ્ધો ખરીદી કરવા આવે છે.ત્યારે આખલા જેવા પશુઓ માર્કેટમાં દોડધામ કરતા જોવા મળે છે. જેમાં માર્કેટમાં ખરીદી કરી રહેલી વૃદ્ધા પશુઓની અડફેટે આવી જતાં આ ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા.
સાયલા શહેરમાં ૧પ હજારની વસ્તી ધરાવતા નગરજનો માટે એકમાત્ર શાકમાર્કેટમાં તાજા શાકભાજી મળતા હોવાના કારણે શાકની ખરીદી માટે અનેક મહિ‌લા અને વૃદ્ધો આવે છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. અને કદાવર આખલા જેવા પશુઓ માર્કેટમાં દોડધામ કરીને બેસેલા શાકબકાલીઓનાં ઢગલાને વેરવિખેર કરતા જોવા મળે છે. અને જેના કારણે માર્કેટમાં અફડાતફડી જોવા મળે છે. ત્યારે શાક માર્કેટમાં શાક ખરીદી રહેલી વૃદ્ધાને આખલાએ અડફેટે લીધાના બનાવો બની રહ્યાં છે. આમ સાયલા શાક માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ રખડતા ઢોરથી પરેશાન બની રહ્યાં છે. ત્યારે શાક માર્કેટનો વેરો ઉઘરાવતી ગ્રામપંચાયત રખડતા ઢોરને પકડી લેવા તેમજ શાક માર્કેટમાં ઝડપભેર ધસી આવતા ઢોર સામે રક્ષણ મળે તે માટે ગ્રામપંચાયત કાર્યવાહી હાથ ધરે તેવુ નગરજનો ઇચ્છી રહ્યાં છે.