• Gujarati News
  • ઝાલવાડમાં તસ્કરોએ નવા વર્ષે મુહૂર્ત કર્યું

ઝાલવાડમાં તસ્કરોએ નવા વર્ષે મુહૂર્ત કર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. થાન
થાનમાં આવેલા ટાવર પાસેની જૈન ભોજનશાળા શેરી તથા મોરબી બજારમાં આવેલા બે વેપારીના મકાનોમાં તસ્કરો ત્રાટકયા હતાં. જેમાં સોના-ચાંદીના ઘરેણા અને રૂ. ૩પ હજાર રોકડની ચોરી થઇ હતી. જ્યારે વઢવાણ -જોરાવરનગર રોડ ઉપર બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટક્યા હતાં. જેમાં રૂ. ૮૮ હજારના મુદ્દામાલ ચોરી થઇ છે. આ બનાવ અંગે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તસ્કરોએ બોણી કરી હતી.
થાન અને વઢવાણ પંથકમાં રાત્રિ પેટ્રોલિંગનાં ધાંધિયાને કારણે અવારનવાર ચોરીના બનાવો બની રહ્યાં છે. ત્યારે થાનની ટાવર પાસે રહેતા પરેશભાઈ
પ્રભુદાસ દક્ષિણી પોતાનું મકાન બંધ કરી બહાર ગામ ગયા હતાં. ત્યારે તસ્કરોએ ત્રાટકીને સોનાના ચેન, વીંટી, બંગડી સહિ‌ત આશરે ૧પ તોલાના દાગીનાના ચોરી કરી ગયા હતાં. જ્યારે ૭૦૦ ગ્રામ ચાંદી તથા રૂ. ૨પ,૦૦૦ની રોકડની ચોરી થયા અંગેની ફરિયાદની તજવીજ હાથ ધરાઇ છે.
જ્યારે મોચી શેરીમાં રહેતા ભરતભાઈ ખીમચંદભાઈ ગાંધીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં રૂ. ૧૦ હજાર રોકડાની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. જ્યારે પરિવાર મુંબઇથી પરત આવે ત્યારે ચોરીની સાચી વિગતો પ્રકાશમાં આવશે.
વઢવાણ : વઢવાણ-જોરાવરનગર રોડ પરના શાસ્ત્રીનગર પાછળ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં.
જેમાં મહેશભાઈ ભૂપતભાઈ સોલંકીના ઘરની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આથી વઢવાણ પોલીસ મથકે રૂ. ૮૮,૦૦૦ના મુદ્દામાલ ચોરીની ફરિયાદ નોંધાઇ છે.