તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • છલાળા ગામમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સાનો પર્દાફાશ

છલાળા ગામમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સાનો પર્દાફાશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
ચૂડાના છલાળા ગામે છોકરી સાથે આડા સંબંધમાં યુવાનનુ ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું ત્યારે આ બનાવમાં ચૂડા પોલીસે છલાળામાંથી જ હત્યારાને દબોચી લીધો હતો. આ કેસમાં બે યુવાનો એક જ છોકરીને પ્રેમ કરતા હોવાનો કિસ્સો બહાર આવતા એક યુવાન સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો.
છલાળા ગામે રહેતા ૨પ વર્ષીય જયેશભાઇ ભાવુભાઇ ધરજિયા અપરિણીત હતા. તેઓને તેમના કૌટુંબિક સંબંધની યુવતી સાથે આડાસંબંધ હતા ત્યારે આ દરમિયાન જયેશભાઇનું તીક્ષ્ણ હથિયારોથી કાસળ કાઢી નાંખવામાં આવતા ચૂડા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. ત્યારે ચૂડા પીએસઆઇ એમ.બી.અવસુરા, ડાયાલાલ પરમાર, હીરાભાઇ સિંધવ, રણજીતસિંહ ચૌહાણ, ડીવાય.એસ.પી. જી.જી.જસાણી સહિ‌તની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં છલાળા ગામના વાડામાંથી જયેશભાઈના હત્યારા મહેન્દ્રભાઈ કલાભાઈ ધરજિયાને દબોચી લઇ પૂછપરછ કરાઈ હતી. જેમાં જયેશભાઈ જે છોકરીને પ્રેમ કરતો હતો તેજ છોકરીને મહેન્દ્રભાઈ પણ પ્રેમ કરતો હોવાનું ખૂલ્યું હતું ત્યારે જયેશભાઈને ફોન કરીને મહેન્દ્રભાઇએ પોતાના વાડામાં બોલાવ્યા હતાં. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આથી ઉશ્કેરાયેલા મહેન્દ્રભાઈએ લોખંડના પાઇપથી જયેશભાઈની હત્યા કરી હતી. ત્યારબાદ ટ્રેકટર સાથે લાશને રાંઢવાથી બાંધી ઢસડીને ગામના પાદરના નાળામાં ફેંકી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. આ બનાવમાં મહેન્દ્રભાઈ કલાભાઇની અટક કરી તપાસ પી.એસ.આઈ. એમ.બી.અવસુરા ચલાવી રહ્યાં છે.