તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લીંબડીમાં આસારામ આશ્રમમાં સુરત પોલીસના ધામા

લીંબડીમાં આસારામ આશ્રમમાં સુરત પોલીસના ધામા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. લીંબડી
લીંબડી નેશનલ હાઇવે પર આવેલા આસારામના આશ્રમ પર સુરત પોલીસ પહોંચી હતી. પોલીસ ટીમે આશ્રમના ખૂણે ખૂણા તપાસ્યા હતા. જેમાં નારાયણસાંઇ તથા તેમના ભાગેડુ અન્ય ચાર સાથીદારોને હાજર થવા ફરમાન કરતું વોરંટ અને નોટિસની સ્થાનિક વહીવટદારને બજવણી કરી હતી.
આસારામના પુત્ર નારાયણ ઉર્ફે નારાયણ સાંઇ વિરુદ્ધ દુષ્કર્મ સંદર્ભેનો ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ આ ગુનામાં પોલીસથી નાસતા ફરતા નારાયણ સાંઇ તેમજ આ ગુનામાં જ ફરાર એવા ગંગા ઉર્ફે ધર્મીઠા ઉર્ફે ગંગા મધુસુદન પટેલ, જમના ઉર્ફે ભાવના મધુસુદન પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન લાલ બહાદુર ઠાકુરની શોધખોળ કરવા સુરત પોલીસે લીંબડી આસારામ આશ્રમ ખાતે આવી હતી.