• Gujarati News
  • મોરબીમાં ફરસાણની દુકાનમાં આગ ભભૂકી

મોરબીમાં ફરસાણની દુકાનમાં આગ ભભૂકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મોરબી
મોરબીના રામ ચોકના ખૂણા પર આવેલી એક ફરસાણની દુકાનના ઉપરના માળે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં નાસભાગ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ મકાનમાં સૂતેલા પરિવારજનોને સલામત રીતે નીચે ઉતારી લેતાં જાનહાનિ સહેજમાં ટળી હતી. ફાયરબ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો પરંતુ ત્યાં સુધીમાં તો મકાનનો ઘણો ખરો સામાન આગમાં ભસ્મીભૂત થઇ ગયો હતો.
શહેરના રામચોક ચાર રસ્તા પર આવેલી જયંત ફરસાણ મા‌ર્ટના માલિકો દુકાનની ઉપરના માળે જ રહે છે. એ રહેણાક મકાનમાં આજે વહેલી સવારે અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી અને ગણતરીની ક્ષણોમાં જ આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું.