• Gujarati News
  • ધોળકા બગોદરા હાઇવે પર ખાનપુર ગામ પાસે ટ્રકને સાઇડ કાપવા જતી કારને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે

ધોળકા-બગોદરા હાઇવે પર ખાનપુર ગામ પાસે ટ્રકને સાઇડ કાપવા જતી કારને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિ‌તી મુજબ રાણપુર-પાળીયાદ રોડ પર રાજપરા ગામના પાટિયા પાસે નર્મદા કેનાલનું નાળાનું કામ ચાલી રહ્યુ છે, આ જગ્યા ઉપર તા.૨૩/૪/૧૪ના વહેલી સવારના પ.૩૦ કલાકે ઉપલેટાથી સુરત તરફ કતલખાને લઇ જવાતા ઘેટા બકરા ભરેલ ટ્રકના ચાલક ફારૂક હબીબ બાવનકા રહે.જેતપુર રાજકોટ ટ્રકને પૂરઝડપે બેફીકરાઇથી ચલાવતા સ્ટેરીંગ પરથી ગાબુ ગુમાવી બેસતા આ ટ્રક નર્મદા કેનાલના નાળામાં ખાબકતા આ ટ્રકમાં ભરેલ ૧૦૦ જેટલા ઘેટા-બકરા અને ટ્રકનો કલીનર ઇકબાલ જમાલ તરકવાડીયા રહે.ચીતલ કાળવા ચોક અમરેલીનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ.
જ્યારે ઘટના સ્થળેથી ટ્રક ડ્રાઇવર ટ્રક છોડી નાસી છૂટયો હતો. આ ઘટનાની જાણ થતા રાણપુર શહેરમાંથી લોકોના ટોળેટોળા ઊમટી પડયા હતા. ઘટના એટલી ગંભીર હાલત હતી કે વહેલી સવારના બનેલ ઘટનામાં ૧૦૦ જેટલા ઘેટા-બકરા ભરેલ ટ્રક ઊંધી વળી જતા ઘેટા-બકરા ઉપરા-ઉપરી દબાઇ જવાથી તમામ ઘેટા-બકરાના મોત નીપજયા હતા અને ટ્રકનો કંડકટર પણ ઘેટા-બકરા વચ્ચે દબાઇ જવાથી ઘટના સ્થળે મોત નીપજયુ હતુ.
આ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં ઇસુબભાઇ હાજીભાઇ તરકવાડીયા રહે.ચીતલ કાળવા ચોક અમરેલીએ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા આગળની કાર્યવાહી પીએસઆઇ બી.એન. ખાંભલા ચલાવી રહ્યા છે.
આ ઘટના અંગે વધુ જાણવા મળ્યું હતું કે આ ઘેટા-બકરા જેતપુરથી ભરી સુરત કતલખાને લઇ જવાતા હતા ત્યારે હાલમાં લોકસભા ચૂંટણી હોવાથી દરેક તાલુકાના હાઇવે ઉપર સઘન વાહન ચેકીંગ થઇ રહ્યું છે ત્યારે આ ઘેટા-બકરા ભરેલ ટ્રક જેતપુરથી રાણપુર સુધીમાં કોઇપણ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી નહીં હોય કે પછી તમામ જગ્યાએ વહીવટ કરી આ ટ્રકને આગળ જવા દેવામાં આવી હશે તેવી ચર્ચાઓ પણ રાણપુર શહેરમાં થતી હતી અને આ ઘટના સવારના પ.૩૦ કલાકે બની હોવા છતાં રાણપુર શહેરમાં ઢોર ડોકટર ન હોવાથી આ તમામ મૃત ઘેટા-બકરા આ નર્મદા કેનાલમાં સાંજ સુધી પડયા રહ્યા હતા અને હજી સુધી કોઇ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નહી, જો આવું જ રહેશે તો આ મૃત ઘેટા-બકરાની દુગ્ર્‍ાંધ આ વિસ્તારમાં ફેલાઇ જશે તેમ શહેરીજનોએ જણાવ્યું હતું.
બીજી બાજુ ધોળકા-બગોદરા હાઇવે ઉપર ખાનપુર ગામના પાટીયા પાસે બુધવાર મોડી રાત્રે સાઇડમાં ઉભેલ બંધ ટ્રકની પાછળ થી આવી રહેલ ટ્રકના ચાલકે એકાએક ઉભી રહેલ ટ્રક જોતા તેને તારવવા જતા તે જ સમયે પાછળથી આવી રહેલ કાર જઇ રહેલ ટ્રકની સાઇડ કાપવા જતા જે ટ્રકની પાછળ ભારે ધડાકાભેર ટ્રક ઘુસી ગઇ હતી તો તેમની સાથે સાથે પાછળ આવી રહેલ અન્ય એક કાર તેની આગળવાલી કાર ની સાથે પાછળ ટકકર થતા ઘુસી ગયેલ કારના આગળ અને પાછળ થી ટકકર વાગતા તે કારના ફુરચા બોલી ગયા હતા અને કાર ઓળખાય નહી તેમ બંને તરફથી ભેગી થઇ ગઇ હતી અને તેમાં સવાર જયંતીભાઇ ભીમજીભાઇ ચાંગેલા,ઉવ.આ.પપ રહે.સુરત અને પંકજ ઉર્ફે ટીનો બાબુભાઇ કાલરીયા,ઉ.વ.આ-૨૧,રહે-ધોરાજી નાઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજયા હતા અને કારમાં સવાર અન્ય કેતનભાઇ જયંતીભાઇ ચાંગેલા,સેજલ કેતનભાઇ ચાંગેલા અને વત્સલ ચેતનભાઇ ચાંગેલા,ઉ.વ.આ-૯ ને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટના અંગે જાણ થતા જ ધોળકા પી.એસ.આઇ-જે.એમ.ખાંટ,રાઇટર-મહેન્દ્સિંહ વગેરે સ્ટાફના માણસો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઇ અકસ્માતનો ગુનો નોંધી કારમાંથી ફસાઇ ગયેલ મૃતદેહો બહાર કાઢી તેમને પી.એમ અર્થે મોકલી આપી ઇજાગ્નસ્તોને સારવાર અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત થયેલ બંને કાર તેમજ ટ્રકને રોડની સાઇડમાં લેવરાવી ટ#ાફીક વ્યવસ્થા રાબેતા મુજબ કરાવી જરુરી તપાસ હાથ ધરી હતી.