• Gujarati News
  • ચોટીલાની ગેંગના ભાગી ગયેલા બે ૃચ્ ’સભ્ય પકડાયા

ચોટીલાની ગેંગના ભાગી ગયેલા બે ૃચ્/’સભ્ય પકડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
કુવાડવા રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પીઆઇ સીબી રાઠોડ,પીએસઆઇ બી.ટી.ગોહિ‌લ સહિ‌તના સ્ટાફે એક શંકાસ્પદ કારનો પીછો કરીને કારને આંતરી હતી. કારમાંથી એક છરી,સાત ધોકા અને દારૂની બોટલ સાથે પકડાયેલા ચોટીલાના સોહિ‌લ ગુલાબ
બાદશાહ, ધ્રાંગધ્રાના યુનુસ અબ્બાસ ભટ્ટી અને આસીફ હાસમ દલની ધરપકડ કરી હતી. જ્યારે અવેશ ગનીભાઇ ધિણોયા અને હકુ ઉર્ફે મહેન્દ્રસિંહ ચંદુભા પરમાર નાસી ગયા હતા. આરોપીઓએ કબૂલાત આપી હતી કે અવેશના ભાઇ ઉપર હુમલો ગડા નામના શખ્સે કર્યો હતો અને ગડો રાજકોટમાં છુપાયો હોવાથી તેની હત્યા કરવાના ઇરાદે આવી રહ્યાની કબુલાત આપતાં ચકચાર મચી હતી.