તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લીંબડી પંથકમાં સવારથી જ વીજકાપ લગાવી દેતાં ભાવિકોમાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી પંથકમાં સવારથી જ વીજકાપ લગાવી દેતાં ભાવિકોમાં રોષ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં આને કહેવાય વિકાસ અને ૨૪ કલાક વીજ સુવિધાની વાતો થતી રહે છે. ત્યારે વીજ તંત્ર રિપેરીંગના બહાને છાશવારે લીંબડી પંથકમાં વીજકાપ લગાવી પાવર બંધ કરી નાંખે છે. પરંતુ તહેવારો જેવા પર્વે પણ તંત્રની અવળચંડાઇ બંધ રહી ન હતી. ગ્રામ્ય પંથકમાં મંદિરોમાં મોટાભાગે હવે ઇલેકટ્રીકલ્સ આરતી, ઝાલરો દ્વારા પુજા પાઠ થઇ રહ્યા છે.
શિવરાત્રી જેવા પર્વે લીંબડીની વીજ કંપનીએ સવારથી જ ગ્રામ્ય પંથકનો વીજ પુરવઠો બંધ કરી દેધો હતો. આથી ભલગામડા, ઘાઘરેટીયા, શિયાણી, અંકેવાળીયા, દોલતપર, ઉમેદપર, લક્ષ્મીસર, નટવરગઢ, નાના ટીંબલા, મોટા ટીંબલા, રામરાજપર સહિ‌ત ૪૦ જેટલા ગામોમાં વીજકાપ લાગી ગયો હતો. પરિણામે હિ‌ન્દુના પવિત્ર તહેવાર એવા મહા શિવરાત્રી પર્વે લીંબડી પંથકમાં વીજ પુરવઠો ઠપ થતા મંદિરો, શિવાલયોમાં નગારા અને વિવિધ ઇલેકટ્રીકલ વાજીંત્રો વગર જ સાદાઇથી આરતી કરી હતી.
રાજય સરકાર એકબાજુ ૨૪ કલાક જયોતિગ્રામ વિજળીની વાતો કરે છે. ત્યારે બીજી બાજુ હિ‌ન્દુના તહેવારો માં જ હિ‌ન્દુત્વની સરકારનું વીજતંત્ર આડોડાઇ કરવામાંથી વાજ ન આવતા લોકોમાં રોષ છવાયો છે.
આ અંગે રૂરલ વિભાગના નાયબ ઇજનેર આર.આર.ગઢવીએ જણાવ્યુ કે, યાંત્રીક ખરાબી થતા રિપેરીંગ માટે પાવરકાપ લગાયો હતો. છતાં બપોર સુધીમાં રિપેરીંગ પૂર્ણ કરી પાવર શરૂ કરી દેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો