તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • શહેરમાં ગેરકાયદે મકાન ભાડે આપનાર માલિક ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ગેરકાયદે મકાન ભાડે આપનાર માલિક ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરનામોનો ભંગ કરીને ગેરકાયદેસર મકાનો ભાડે આપીને મકાન માલિકો કમાણી કરી રહ્યાં છે. આથી પી. આઈ. આર.એલ.પંડયાની સૂચનાથી મગનલાલ, ઇસ્લામખાન, દાદુભાઇ, દિગુભા, નિતીરાજસિંહ, ઘનશ્યામભાઇ, સંજયસિંહ, દાજીભાઈ સહિ‌તની ટીમે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. ત્યારે શહેરના દાળમીલ રોડ પર આવેલા ખોડીયારપરા શેરી નં. એકમાં પોલીસે છાપો મારતા રાજેશભાઈ ધારાભાઈ ભરવાડનાં મકાનમાં તપાસ કરી હતી. જેમાં શેરડીના રસનો ધંધો કરી મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર તાલુકાના બાબુલ ગામના ૨૩ વર્ષના ગજાનન શેશરાવ પવાર આ મકાનમાં રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી રાજેશભાઈ પાસે પોલીસે ભાડુઆતની વિગતો માંગતા કોઇ જ આધાર પૂરાવા મળી આવ્યા ન હતાં. આથી ગેરકાયદેસર મકાન ભાડે આપી જાહેરનામાંના ભંગ હેઠળ રાજેશભાઈ ભરવાડ સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો