તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાટડીમાં પ્રાણપ્રશ્નો અંગે આપ’ની રેલી સ્વરૂપે ઝાડુ યાત્રા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં પ્રાણપ્રશ્નો અંગે આપ’ની રેલી સ્વરૂપે ઝાડુ યાત્રા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટડી
પાટડી તાલુકાના ખેડૂતો, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે આમ આદમી પાર્ટી‍ દ્વારા ઝાડુ યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં પાટડીમાં રેલી સ્વરૂપે ઝાડુ યાત્રા કાઢીને પાટડી મામલતદારને આવેદન પત્ર અપાયુ હતુ.
પાટડી તાલુકાની પ્રજાને સ્પર્શતા ૧૦ જેટલા મુદ્દા સાથે બુધવારના રોજ આમ આદમી પાર્ટી‍ની ઝાડુ યાત્રા નીકળી હતી. જેમાં પાટડી મામલતદાર આર.કે.સોનગરાને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આવેદનપત્રમાં પાટડી તાલુકાના ખેડૂતોની મુશ્કેલીઓ, બીપીએલ યાદીમાં ગોટાળા, પાટડીનું બસ મથક, બેરોજગારી, પ્રદૂષીત પાણીનું વિતરણ, મકાન સહાય અઢી લાખ કરવી, હોસ્પિટલનો કથળેલો વહીવટ, જમીન ફાળવણીમાં ગોટાળા, ભ્રષ્ટાચાર મુકત ગુજરાત બને તે માટે ૧૦ મુદ્દા રજૂ કરાયા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટી‍ના જયેન્દ્રસિંહ, ડો. હર્ષવર્ધન, મીનાઝબાપુ, રસિકભાઇ સોમેશ્વરા, ડી.એમ.ચાવડા, પ્રવીણસિંહ પરમાર, જેઠાભાઇ પટેલ, સહિ‌તનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો