તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચોટીલા, જસદણ, રાજકોટના મોટા માથાના હજુ વધુ નામ ખૂલશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા, જસદણ, રાજકોટના મોટા માથાના હજુ વધુ નામ ખૂલશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવા નદીમાં ઠેરઠેર મોટાપાયે રેતીચોરી થાય છે. રેતીચોરો કરોડો રૂિપયાની રેતીની દિવસ-રાત ચોરી કરી ડમ્પર અને ટ્રેકટરોમાં લઇ જઇ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડી રહ્યા છે. આ અંગે અવારનવાર સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ, મામલતદારની ટીમ તથા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે. તેમ છતાં ઝાલાવાડમાં બેફામ રેતીચોરી થઇ રહી છે. ત્યારે ચોટીલા પંથકમાં પણ પસાર થતી ભોગાવા નદીમાંથી મોટાપાયે રેતીચોરી થતી હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી એમ.આર.વાળાને મળી હતી. આથી ખાણ ખનીજ વિભાગના તેજપાલસિંહ ડોડીયા અને માઇન સુપરવાઇઝર આશીષભાઇ પટેલે સીકયોરીટી સાથે ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે દરોડો કર્યો હતો. જેમાં નદીના પટમાં રેતી ભરીને પસાર થતા ૭ વાહનો કિંમત રૂપિયા ૧.૪૦ કરોડના ઝડપાયા હતા. જયારે આ વાહનોમાંથી રૂપિયા ૧૦ લાખથી વધુની રેતી પણ જપ્ત કરવામાં આવી હતી. ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામે અચાનક રેતીચોરી અંગે ખાણ ખનીજ ખાતાએ દરોડો કરતા રેતીચોરોમાં ફફડાટ ફેલાયો હતો. દરોડા સમયે વાહનોમાં રેતીભરતા અને વાહનના ડ્રાયવરોમાં નાસભાગ મચી હતી.
પોતે ખાણ ખનીજ અને સીકયોરીટીના હાથે ઝડપાઇ ન જાય તે માટે મજૂરો અને વાહનના માલીકોએ નદીના પટમાં દોટ મૂકી હતી. આ અંગે ખાણ ખનીજના કર્મચારીઓ દ્વારા ચોટીલા પોલીસમાં નાની મોરસલ ગામની નદીમાં રેતીચોરી અંગે ગુનો દાખલ કરાવાયો છે. જ્યારે આ રેતી કયાં લઇ જવામાં આવનાર હતી તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે. જોકે, આ રેતીચોરીમાં ચોટીલા, જસદણ, રાજકોટ સહિ‌તના મોટા માથાઓના નામ ખૂલવાની શકયતા પોલીસ વ્યકત કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો