તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સાયલામાં શિવરાત્રિએ બાર જ્યોતિલીગનું ફળ મેળવવાની પરંપરાૃચ્ ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલામાં શિવરાત્રિએ બાર જ્યોતિલીગનું ફળ મેળવવાની પરંપરાૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સાયલા
ઝાલાવાડમાં ભગતનાં ગામની ઓળખ ધરાવતા સાયલા તળાવની ફરતે ૧૨ શિવલીંગો અતિ પ્રાચીન મંદિરમાં આરસમાં કોતરણી કામ આબેહૂબ જોવા મળે છે. જ્યારે નેઋત્વ ખૂણામાં આવેલ સરોવરિયા મંદિરમાં પણ શિવ મંદિર છે. શિવ શક્તિ સમાન ખોડિયાર મંદિરમાં અતિ-પ્રચીન શિવલીંગ જોવા મળે છે. શહેરના રક્ષણ માટે બનાવવામાં આવેલ પાળો ઉપર ભીમાશંકર ઉપનામ સાથે મંદિર છે. તળાવના મુખ્ય આરામાં બે શિવલીંગો ઉપર વ્રત ઉપવાસ કરનાર મહિ‌લાઓ માટે અનોખુ આસ્થાનું સ્થાન છે. જ્યારે અનષ્ટિોને નાશ કરવાનું સામથ્ર્ય ધરાવનાર ભૂતનાથદાદાનું મંદિર તેમજ તેની તદ્દન નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં એક સાથે ત્રણ શિવલીંગો જોવા મળે છે. અને ઇશાન ખૂણામાં ગાયત્રી માતાની સામે ગંગનાથ મહાદેવનું પ્રાચીન મંદિર જોવા મળે છે. એકાદશ રૂદ્ર સમાન તળાવ ફરતે બારમાં શિવલીંગનું સ્થાપના પૂજ્ય લાલજી મહારાજે કરી હતી. અને ઉજ્જૈનના મહાકાલની પ્રતિકૃતિ સમાન મંદિરની સાથે દ્વાદ્વશ જ્યોતિલિંગ જોવામાં આવે છે. અનેક શિવભક્તો આ તળાવના બે કિમી ફરતે આવેલા શિવમંદિરોની શિવરાત્રિના દિવસે પૂજન, પ્રદક્ષિણા કરીને પાવન બને છે. બાર જ્યોતિલિંગની યાત્રા જેટલુ ફળ આપનાર તળાવનાં દશ મંદિરોમાં રહેલા ૧૨ શિવલિંગોમાં અનેરી શ્રધ્ધા અને ભક્તિ જોવા મળી રહી છે. અને જેના કારણે લાલજી મહારાજે આ તળાવનું નામ માનસરોવર રાખ્યુ હોય તેવી લોકવાયકા સાંભળવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો