તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધો.૧૦ના ૨૯ હજારથી વધુ છાત્રોની હોલટિકિટનું આજે વિતરણ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.૧૦ના ૨૯ હજારથી વધુ છાત્રોની હોલટિકિટનું આજે વિતરણ થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરેન્દ્રનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા આગામી માસે ધો. ૧૦ અને ૧૨ની બો‌ર્ડ‌ની પરીક્ષા લેવાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ધો. ૧૦માં ૨૯,૦૦૭ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યા છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪,૮૩૭ વિદ્યાર્થીઓએ અને ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨પ૮૮ છાત્રો પરીક્ષા આપનાર છે. જેમાંથી ધો. ૧૦ના ૨૯૦૦૭ વિદ્યાર્થીઓની હોલ ટીકીટનું તા. ૨૬ને બુધવારના રોજ સુરેન્દ્રનગર શહેરની એન.ટી.એમ. હાઇસ્કૂલ ખાતેથી વિતરણ કરવામાં આવનાર છે. આથી તમામ શાળાના સંચાલકોએ પોતાની શાળાના વિદ્યાર્થીઓની હોલ ટીકીટ મેળવી લેવા એક યાદીમાં જણાવાયુ છે. જ્યારે ધો. ૧૨ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની હોલ ટીકીટનું તા. ૩ માર્ચના રોજ સુરેન્દ્રનગર શહેરની એન.ટી.એમ. હાઇસ્કૂલ ખાતેથી વિતરણ કરવામાં આવનાર છે.
બો‌ર્ડ‌ની પરીક્ષામાં ફરજ બજાવનાર કર્મચારીઓ માટે બાયસેકથી તાલીમ
જ્યારે બો‌ર્ડ‌ની પરીક્ષામાં ફરજ બજાવનાર સરકારી પ્રતિનિધિ, સુપરવાઇઝર સહિ‌તના સ્ટાફની તાલીમનું આયોજન પણ શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા કરાયુ છે. આ વખતે તમામ શાળામાં તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ બાયસેક દ્વારા સવારે ૧૧-૦૦ કલાકે બો‌ર્ડ‌ની પરીક્ષામાં ફરજ બજાવનાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો