તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ડિજિટલ સિગ્નેચર માટેની તારીખ ૩૧ માર્ચ, ડિપોઝિટની તારીખ ૨૦ એપ્રિલ સુધી લંબાવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ સિગ્નેચર માટેની તારીખ ૩૧ માર્ચ, ડિપોઝિટની તારીખ ૨૦ એપ્રિલ સુધી લંબાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૩માં પ્લોટની હરાજી વખતે રીંગ થઇ જવા સહિ‌તના મુદ્દે મળેલી બદનામી સરકાર ભૂલી નથી.
આખરે ધારાસભ્ય અશોકભાઇ પટેલની રજૂઆતના પગલે હરાજી પ્રક્રિયાની હવે નવી તારીખ જાહેર કરાશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. એમ પણ જાણવા મળ્યું છે કે નિયમોમાં જરૂરી ફેરફાર કરાશે અને તેના માટે લોકોનો મત મેળવાશે.હવે ડિજીટલ સિગ્નેચર માટેની તારીખ લંબાવીને ૩૧-૦૩-૨૦૧૪ અને ૨પ ટકા ડિપોઝીટ ભરવાની તારીખ લંબાવીને ૦૧-૦૪થી ૨૦-૦૪-૨૦૧૪ કરી દેવામાં આવી છે.
આ પહેલા ગાંધીનગર કલેક્ટર પી. સ્વરૂપ દ્વારા રહેણાંક હેતુના ૪પ, વાણિજ્ય માટે ૪૬ અને ડોક્ટર હાઉસ માટે ૭ પ્લોટ મળીને ૯૮ પ્લોટની હરાજી જાહેર કરાઇ હતી. તા. ૨૮મી ફેબ્રુઆરીથી લઇને તા.૪થી માર્ચ દરમિયાન આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર હતી. પ્રથમવાર ઓનલાઇન થનારી હરાજીમાં પ્લોટની તળીયાની કિંમતના ૨પ ટકા લેખે ડિપોઝીટ ભરવાનું નક્કી કરાયું હતું. સેક્ટર-૨, ૩, ૪, પ અને ૬ તથા સેક્ટર-૧૧માં વાણિજ્ય હેતુ માટે ૪૬ પ્લોટ મુકાયા છે. જેમાં ૨૦ પ્લોટ દુકાન માટેના રહેશે.
અન્ય વાણિજ્ય હેતુના પ્લોટ ૧પ૦ ચોરસ મીટરથી૧,૮૭પ ચોરસ મીટરના જ્યારે દુકાન માટેના પ્લોટ ૬૨.પ ચોરસ મીટરના રહેશે. ડોક્ટર હાઉસ માટે સેક્ટર-૬ અને સેક્ટર-૨૩માં પ્લોટ ૬૪૬ ચોરસ મીટરથી પ હજાર ચોરસ મીટરના રહેશે. જ્યારે રહેણાંક હેતુમાં એપા‌ર્ટમેન્ટ માટેના ૪ પ્લોટ સેક્ટર-૨૨માં મુકાયા છે જે ૭૦૦ ચોરસ મીટરથી ૧,૩૯૧ ચોરસ મીટરના છે. આ સિવાય રહેણાંક હેતુના જોડકાં પ્લોટ સેક્ટર-૨૧, ૨૩, ૨૮ અને ૩૦માં મુકાશે. તેમાં ૧૩પ ચોરસ મીટરથી ૨૦૦ ચોરસ મીટરના પ્લોટ રહેશે. ઉલ્લેખનીય છે કે, હરાજીને લઇને તર્ક-વર્તિક સર્જા‍યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો