તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વેપારીને પિસ્તોલ ટાંગવાનો શોખ મોંઘો પડયો, ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીને પિસ્તોલ ટાંગવાનો શોખ મોંઘો પડયો, ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીને પિસ્તોલ ટાંગવાનો શોખ મોંઘો પડયો, ધરપકડ
ભાસ્કર ન્યૂઝ .રાજકોટ
બાબરિયા કોલોની નજીક શ્રધ્ધા સોસાયટીમાં રહેતા બારોટ વિજય જયસુખભાઇ અભાણી પાસે ગેરકાયદે શસ્ત્ર હોવાની ગાંધીગ્રામના કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મોયા અને કિશનભાઇ આહીરને બાતમી મળી હતી. માહિ‌તીના આધારે ફોજદાર જે.બી.પટેલ સહિ‌તના સ્ટાફે સોમવારે બપોરે માધાપર ચોકડી નજીક વિજયને અટકાયતમાં લીધો હતો. અંગ જડતી લેતા નેફામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. વિજયે કબૂલાત આપી હતી કે તે મારામારીના કેસમાં પકડાઇ ચૂકયો છે,પિસ્તોલ રાખવાનો શોખ હતો. દોઢ વર્ષ પહેલાં મકાનનું રિનોવેશ ચાલુ હતું ત્યારે રૈયા ચોકડી નજીક વિક્રમ મારબલમાં મારબલ લેવા ગયો હતો ત્યારે ત્યાં કામ કરતા રાજુ રામખિલાવન નામના શ્રમિક સાથે પરિચય થયો હતો. રાજુએ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યો હોવાનું જણાવતા રૂા.૧૦ હજારમાં તેણે રાજુ પાસેથી પિસ્તોલ ખરીદી હતી. હવે પિસ્તોલ વેચી દેવાનું નક્કી કરીને તે જામનગર જઇ રહ્યો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો હતો. રાજુ રામખિલાવન હથિયારના અનેક ગુનામાં પકડાઇ ચૂકયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો