- Gujarati News
- સામાન્ય અને મધ્યમવર્ગના લોકો માટે વન બેડ અને ટુ બેડના ફ્લેટ બનશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય અને મધ્યમવર્ગના લોકો માટે વન બેડ અને ટુ બેડના ફ્લેટ બનશે
સમગ્ર ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સત્તામંડળ અને સરકાર દ્વારા હાઉસિંગ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યા છે. એ પૈકી રાજકોટ મહાપાલિકા અને રૂડા બન્નેએ ૭ હજારથી વધુ આવાસ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
રૂડા દ્વારા અવધ રોડ પર એક આવાસ યોજના મૂકવામાં આવી છે, અન્ય વિસ્તારોની શોધમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર મોદી સ્કૂલની સામે અને નવી નાગરિક બેંકની બાજુમાં આવેલા પ્લોટમાં ૧૨ માળની આવાસ યોજના બેસાડવાનું નક્કી થઇ રહ્યું છે. આ આવાસ યોજનામાં મધ્યમવર્ગના લોકો અને ગરીબ પરિવાર એમ બન્ને માટે અલગ અલગ કેટેગરીમાં ફ્લેટ બનાવવામાં આવશે. આ પ્લોટ હાલ રૂડા હસ્તક છે. આ પ્લોટનું ક્ષેત્રફળ ૬ હજાર ચો.મી.થી વધુ છે. તેમાં વન બેડ અને ટુ બેડ એમ બન્ને કેટેગરી માટે અલગ અલગ વિંગ બનાવવાનું આયોજન કરાયું છે.