• Gujarati News
  • તળાજા મહુવા પંથકમાં સર્જા‍યેલ વાહન અકસ્માતમાં બેના મોત : આઠને ઈજા

તળાજા-મહુવા પંથકમાં સર્જા‍યેલ વાહન અકસ્માતમાં બેના મોત : આઠને ઈજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((અશ્વિન પારેખ)) તળાજા-મહુવા બ્યુરો. ૨૮ એપ્રિલ
મહુવાના સ્ટેશન રોડ પર હેવન પેટ્રોલ પંપ સામે સોમવારે બપોરનાં સમયે ટ્રક ચાલકે બાઈકસવારને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કે તળાજા-મહુવા નેશનલ હાઈવે પર બોરડા અને પસવી વચ્ચે કુખ્યાત વળાંક પાસે આજે બોલેરો પીકઅપ વાન અને મોટર સાયકલ વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બાદમાં બોલેરો ખાળીયામાં ખાબકતા તેમાં મુસાફરી કરતાં ૮ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
અકસ્માતની જાણવા મળતી હકીકત મુજબ ટ્રક નં.જીજે ૪ ટી પ૬૧પના ચાલકે ટ્રક બે ફિકરાઇ, પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી મોટર સાયકલ નં.જીજે૪બીસી ૨૩૭૪ને અડફેટમા લેતા મોટરસાયકલ ચાલક પ્રવિણભાઇ ખીમજીભાઇ મકવાણાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ થવા પામેલ છે.
ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક છોડી નાસી છુટેલ. બનાવની ફરીયાદ મરણજનાર પ્રવિણભાઇના પિતા ખીમજીભાઇ બાલાભાઇ મકવાણાએ મહુવા પોલીસમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હે.કો. હરદેવસિંહને સોંપેલ છે.
બીજી ઘટનાની પ્રા હકીકત મુજબ બોરડા ગામે રહેતા રૂડાભાઈ ગોવિંદભાઈ ભીલ ((ઉં.૪૦)) આજે તળાજા ખાતે બકાલુ વેચીને પોતાની મોટરસાઈકલ પર બોરડા જતા પસવી વટીને રસ્તા પર સામેથી ધસમસતી આવેલ બોલેરો પીકઅપ વાહનની અડફેટે આવી જતા વાહન સહિ‌ત રોડમાં ઢળી પડયા હતા અને તેઓનું મોત નિપજ્યું હતું.
આ સમયે બોલેરોના ચાલકે કાબુ ગુમાવી દેતા વાહન રોડ સાઈડનાં ખાળીયામાં ખાબકતા તેમાં સવાર રૂખડભાઈ સુરાભાઈ, વાલજીભાઈ ચકુરભાઈ, બોઘા મેપાભાઈ, પ્રવિણ મનજી, મગન ડાયાભાઈ, નીતેશ મનજીભાઈ, અશોક પોપટભાઈ તથા હંસાબેન ધનાભાઈ સહિ‌ત આઠથી નવને ગંભીર ઈજા સાથે તળાજા ખસેડેલ. જે પૈકી રૂખડભાઈ સુરાભાઈ અને વાલજીભાઈ સુરાભાઈને વધુ સારવાર માટે ભાવનગર ખસેડેલ છે.
પસવી બોરડા વચ્ચે થયેલ અક્સ્માતમાં હાથબ ગામેથી ભવાની મંદિર ખાતે માતાજીની લાપસીની માનતા પૂર્ણ કરી યાત્રા સ્થળે રાતભર રામદેવપીરનું આખ્યાન કરેલ. જેથી બોલેરોનાં ચાલક સહિ‌ત તમામ મુસાફરોને રાતભરનો ઉજાગરો હતો.
બોક્સ
મહુવામાં આડેધડ થતાં પાકિગ હટે તો અક્સ્માત અટકે
સ્ટેશનરોડ ઉપર હીરા બજાર , એસ.ટી. સ્ટેન્ડ આવેલા છે. વળી આ રોડ ઉપરથી ગાંધી બાગ તરફ જતો રસ્તો પડતો હોય આ સ્થળ ઉપર અને રોડ ઉપર ગેરકાયદેસર આડેધડ પાકિગના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જા‍ય છે. આ રોડ ઉપરના ગેરકાયદેસર પાકિગ અને લારી-ગલ્લાઓ હટાવવામાં આવે તો આવા જાનહાનિના અકસ્માત અટકાવી શકાય.