• Gujarati News
  • મહુવામાં ટ્રક અને બાઈક અથડાતા એક વ્યક્તિનું મોત

મહુવામાં ટ્રક અને બાઈક અથડાતા એક વ્યક્તિનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((અશ્વિન પારેખ)) મહુવા બ્યુરો. ૨૮ એપ્રિલ
મહુવા સ્ટેશન રોડ ઉપર હેવન પેટ્રોલ પંપ સામે રોડ ઉપર બપોરના એક કલાક આસપાસ ટ્રક અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનુ સ્થળ ઉપર જ મૃત્યુ થવા પામેલ છે.
અકસ્માતની જાણવા મળતી હકીકત મુજબ ટ્રક નં.જીજે ૪ ટી પ૬૧પના ચાલકે ટ્રક બે ફિકરાઇ, પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી મોટર સાયકલ નં.જીજે૪બીસી ૨૩૭૪ને અડફેટમા લેતા મોટરસાયકલ ચાલક પ્રવિણભાઇ ખીમજીભાઇ મકવાણાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ થવા પામેલ છે.
ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક છોડી નાસી છુટેલ. બનાવની ફરીયાદ મરણજનાર પ્રવિણભાઇના પિતા ખીમજીભાઇ બાલાભાઇ મકવાણાએ મહુવા પોલીસમાં નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હે.કો. હરદેવસિંહને સોંપેલ છે.
બોક્સ
આડેધડ થતાં પાકિગ હટે તો અક્સ્માત અટકે
સ્ટેશનરોડ ઉપર હીરા બજાર , એસ.ટી. સ્ટેન્ડ આવેલા છે. વળી આ રોડ ઉપરથી ગાંધી બાગ તરફ જતો રસ્તો પડતો હોય આ સ્થળ ઉપર અને રોડ ઉપર ગેરકાયદેસર આડેધડ પાકિગના કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જા‍ય છે. આ રોડ ઉપરના ગેરકાયદેસર પાકિગ અને લારી-ગલ્લાઓ હટાવવામાં આવે તો આવા જાનહાનિના અકસ્માત અટકાવી શકાય.