• Gujarati News
  • મીક્ષ્ચર મશીનમાં ફસાઇ જતાં મહુવાની યુવતીનું મોત

મીક્ષ્ચર મશીનમાં ફસાઇ જતાં મહુવાની યુવતીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૬ એપ્રિલ
મહુવા તાલુકાના ગુજરડા-અખતરીયા ગામે રહેતી એક યુવતી ગત મોડી રાત્રિના મહુવા-કુંડલા રોડ પર તાલેડાના પાટીયા પાસે આવેલી એક ફુડ ફેકટરીના મિક્ષ્ચર મશીનમાં કામ કરતા ફસાઇ જતાં તેણીને ગંભીર ઇજા થતાં સારવારાર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેણીનું મોત નીપજ્યું હતું.
આ અંગેની ભાવનગર સર ટી. હોસ્પિટલ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહુવા તાલુકાના ગુજરડા-અખતરીયા ગામે રહેતા કોળી ધનજીભાઇ હરીભાઇ મકવાણાની પુત્રી મનીષા ((ઉ.વ.૧૮)) ગત રાત્રિના મહુવા-કુંડલા રોડ પર આવેલ તાવેડાના પાટીયા પાસે આવેલ અક ફુડ ફેકટરીમાં કામ કરતી હતી તે વખતે અચાનક તેણી મિક્ષ્ચર મશીનમાં ફસાઇ જતાં લોહીલુહાણ હાલતે પ્રથમ મહુવા અને ત્યારબાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવેલ જ્યાં મોડી રાત્રિના મનીષાનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ફેકટરીના મેનેજરે મનીષાના મા-બાપને જાણ કર્યા વગર બારોબાર મહુવા અને ભાવનગરની હોસ્પિટલમાં મનીષાને ખસેડાઇ હતી.
આ અંગે ફરજ પરના પોલીસ કર્મીને મરનાર મનીષાના શરીરની સ્થિતિ જોતા સગીર વયની હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. જોકે મેનેજરે સગીરાની ઉંમર છૂપાવવા તેણીની ઉંમર ૧૮ વર્ષની પોલીસ ચોપડે નોંધાવી છે.