• Gujarati News
  • રાજા અને કનિમોઝી સામે ચાર્જશીટ દાખલ કરાઈ

રાજા અને કનિમોઝી સામે ચાર્જશીટ દાખલ કરાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી.પીટીઆઇ.૨પ એપ્રિલ
પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજા, ડીએમકેના સાંસદ કનિમોઝી અને ૧૭ અન્યો સામે આજે એન્ફો‌ર્સમેન્ટ ડિરેક્ટોરેટે ((ઇડી)) અબજો રૂપિયાના ટુજી સ્પેકટ્રમ ફાળવણી કૌભાંડ સંબંધિત એક મની લોન્ડિંરગ કેસમાં એક વિશેષ કો‌ર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં ડીએમકે સંચાલિત કલાઇનર ટીવીને સ્વાન ટેલિકોમના પ્રમોટ‌ર્સ દ્વારા ૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવાનો આક્ષેપ કરાયો છે.
તેની ચાર્જશીટમાં, ઇડીએ કહ્યું હતું કે તેની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે રૂ. ૨૦૦ કરોડની રકમ કલાઇનર ટીવીને સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ ((એસટીપીએલ))ના પ્રમોટરો શાહિ‌દ ઉસ્માન બાલવા અને વિનોદ ગોએન્કાએ તેઓના ગ્રૂપની અન્ય કંપની ડાયનામિક્સ રિયલ્ટીનો ઉપયોગ કરીને કુસેગાંવ ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ ((કેએફવીપીએલ)) અને સિનેયુગ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ ((સીએફપીએલ)) મારફત લોન/શેર એપ્લિકેશન મની તરીકેના કાયદેસર નાણાંકીય વ્યવહારોના ઓઠા હેઠળ ચૂકવ્યા હતા. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડિંરગ એક્ટ ((પીએમએલએ))ની જોગવાઇઓ હેઠળ મની અનુસંધાન પાના નં.૧પ
લોન્ડિંરગ ((કાળાં નાણાંને સફેદ કરવા))ના ગુના બદલ આ કેસમાં ૧૦ વ્યક્તિઓ તથા ૯ કંપનીઓને આરોપીઓ તરીકે દર્શાવી છે.
ઇડીએ ડીએમકેના સુપ્રીમો એમ. કરુણાનિધિના પત્ની દયાલુ અમ્માલ, શાહિ‌દ બાલવા અને વિનોદ ગોએન્કાને પણ કેસમાં આરોપી બનાવ્યા છે.
કેએફવીપીએલના ડાયરેક્ટરો આસિફ બાલવા અને રાજીવ અગ્રવાલ, બોલિવૂડના નિર્માતા કરીમ મોરાની, પી. અમિરથમ અને કલાઇનર ટીવીના મેનેજિંગ ડાયરેક્ટર શરદ કુમારનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે કરાયો છે.
એસટીપીએલ ઉપરાંત, ઇડીએ અગાઉ કુસેગાંવ ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ પ્રા. લિ. તરીકે ઓળખાતી કુસેગાંવ રિયલ્ટી પ્રા. લિ., સિનેયુગ મીડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ પ્રા. લિ. ((પૂર્વે સિનેયુગ ફિલ્મ્સ પ્રા. લિ. તરીકે ઓળખાતી હતી)), કલાઇનર ટીવી પ્રા.લિ., ડાયનામિક્સ રિયલ્ટી, એવરસ્માઇલ કન્સ્ટ્રક્શન કંપની પ્રા. લિ., કોનવૂડ કન્સ્ટ્રક્શન્સ એન્ડ ડેવલોપ‌ર્સ ((પ્રા.)) લિ, ડીબી રિયલ્ટી લિ. અને નિહાર કન્સ્ટ્રક્શન્સ પ્રા. લિ.ને પણ આરોપીઓ દર્શાવ્યા છે.
વિશેષ સીબીઆઇ જજ ઓ. પી. સૈનીએ જણાવ્યું હતું કે તેઓ ચાર્જશીટને ધ્યાનમાં લેવાના મુદ્દે ૩૦ એપ્રિલે નિર્ણય કરશે.