• Gujarati News
  • રૂા.૧ લાખનું પાકિટ ગઠિયો ઉઠાવી ગયો

રૂા.૧ લાખનું પાકિટ ગઠિયો ઉઠાવી ગયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) બોટાદ બ્યુરો: બોટાદ શહેરમાં મહમદનગર સાળંગપુર રોડ પર રહેતા અને આવકાર પેપ્સીનો ધંધો કરતા વેપારી હનીફભાઇ અશરફભાઇ બપોરના સુમારે બેંકમાંથી રૂ. એકલાખ ઉપાડી કામ અર્થે પોતાની મોટરસાઇકલ લઇને શાકમાર્કેટમાં આવ્યા હતાં જ્યાં કોઇ ગઠીયો વેપારીની નજર ચુકવીને રૂપીયા ભરેલું પાકીટ લઇને પલાયન થઇ ગયો હતો. આ બાબતે બોટાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી પરંતુ આ બાબતે મોડે સુધી કોઇ ફરીયાદ થવા પામી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોઇ ગેંગ દ્વારા કરવામાં આવતા આવા પેંતરામાં છેલ્લા થોડાક દિવસોમાં આ બીજો બનાવ બનવા પામ્યો હતો જ્યારે થોડાક દિવસો પહેલા દેનાબેંક પાસેથી બે લાખ રૂપીયાની ઉઠાંતરી થઇ હતી જે બાબતે હજુ સુધી કોઇ આરોપી ઝડપાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે બનાવવામાં વેપારીઓની બેકાળજીને કારણે ઉઠાંતરો નજર ચુકવીને પલાયન થઇ જાય છે.