• Gujarati News
  • વલભીપુર પાલિકા સામેનુ આંદોલનનું થયેલ સમાધાન

વલભીપુર પાલિકા સામેનુ આંદોલનનું થયેલ સમાધાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) વલભીપુર બ્યુરો . ૧૧ માર્ચ
વલભીપુર નગરપાલીકા સામે રસ્તા બાબતે આંદોલન એટલે ઢેફુ ભાંગી ને ધૂળ... હોવાનુ જણાયુ હતુ. અગ્રણીઓ અને અધિકારીઓ આબાદ રીતે છેતરી ગયા..?
વલભીપુર શહેરમાં સોનાણી વાડી અને ફુલવાડી વિસ્તારમાં ૩૦ ફુટનાં જાહેર રસ્તા ઉપર આસામીઓ એ કરેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે સ્થાનીક રહીશ ધરમભાઇ સોનાણી દ્વારા આમરણંત ઉપવાસ શરૂ કરેલ. પરંતું ચીફ ઓફીસર અને રાજકીય અગ્રણીઓ એ આંદોલન કારી ને શબ્દોની માયા જાળમાં ફસાવી આબાદ રીતે સમાધાન કરાવી છાવણી સંકેલાવી દીધી છે.
અલબત્ત, તંત્ર દ્વારા આ આંદોલન આજે કોઇપણ રીતે સમેટાય તે માટે કમરકસી હતી. કારણ કે, તા.૧ર-૩ ને બુધવારે વલભીપુર મામલતદાર કચેરીની મુલાકાત લેવાના હોય. અને સ્થાનીક તંત્ર ઝપટે ન ચડે તેની સાવચેતી સ્વરૂપના પગલામાં સફળતા મળી હતી.
જેતે સમયે ગ્રામ પંચાયતનાં સમયે વિવાદીત રસ્તા બાબતે ૩૦ ફુટનાં રસ્તા ઉપર જે તે આસામીઓને ગ્રા.પં.દ્વારા ઠરાવ કરીને જગ્યા આપવામાં આવી હતી. તેમ ન.પા.નો બચાવ છે. અને લેખીત સમાધાનની અંદર પણ ન.પા.એ ચતુરાઇ વાપરી ઠરાવ સીવાય ની જમીન ની માપણી કરાવી દબાણ દુર કરવાની એક સપ્તાહની મહેલત આપી છે. જોઇએ આગે કયાં હોતા હૈ...?