• Gujarati News
  • પેટ્રોલપંપ અને વે બ્રીજની તપાસણીમાં ગેરરીતિ જણાઇ

પેટ્રોલપંપ અને વે બ્રીજની તપાસણીમાં ગેરરીતિ જણાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) ભાવનગર . ૧૧ માર્ચ
જિલ્લા મદદનીશ નિયંત્રક કાનૂની માપ કચેરી દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના એકમોની ઓચિંતી તપાસણી હાથ ધરાતા ગેરરીતિઓ થયાનુ જણાતા ૧પ વેપારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ તેમજ વે બ્રીજ એકમોમાં પણ ગેરરીતિ જણાતા માંડવાળ ફી વસુલાઇ હતી.
જિલ્લા મદદનીશ નિયંત્રક કાનુની માપ કચેરી ભાવનગર અને બોટાદ દ્વારા તા.૩-૨-૧૪ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા મુકામે આવેલ અપના પેટ્રોલીયમની ઓચિંતી ચકાસણી કરાતા દર પાંચ લીટરે ૩૦.૪ મીલીમીટર ડીઝલનો જથ્થો ઓછો અપાતો હોવાનુ જણાતા પેટ્રોલપંપના મેનેજર વિપુલભાઇ છૈયા તથા માલિક મહંમદ ઇસ્માઇલ કાદરભાઇ સામે ધોરણસરની કાર્યવાહી કરાઇ હતી. તા.૬-૨-૧૪ના રોજ ભાવનગર તથા બોટાદ જિલ્લાના જુદા જુદા એકમોની મુલાકાત લઇને ૧પ વેપારીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરીને ૨૦ હજાર રૂપિયા માંડવાળ ફી વસુલ કરાઇ હતી.
નાયબ કાર્યપાલક ઇજનેર ધંધુકાની ફરીયાદ અનુસાર ધંધુકાના વે બ્રિજ પર તોલવામાં આવતી ટ્રકોનુ વજન ધોરણસરનુ બતાવવામાં આવતુ નથી. તેથી તોલમાપ નિરીક્ષકે સ્થળ પર જઇને વે બ્રીજની ચકાસણી કરાતા માલુમ પડતા પંચનામુ કરીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. ઢસા તથા બોટાદ ખાતે પણ વેપારીઓના વજનકાંટાની આકસ્મિક તપાસણી હાથ ધરાતા ૧૨ વેપારીઓ સામે રૂ.૭૦પ૦ માંડવાળ ફી વસુલાત કરી સરકારમાં જમા કરાઇ હતી. તેમ મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન કચેરી ભાવનગર દ્વારા જણાવાયુ છે.