• Gujarati News
  • શુક્રવારે જય... જય... આદિનાથનાં નાદ સાથે ગુંજી ઉઠશે શત્રુંજય ડુંગરૃચ્ ’આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર

શુક્રવારે જય... જય... આદિનાથનાં નાદ સાથે ગુંજી ઉઠશે શત્રુંજય ડુંગરૃચ્/’આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર્થના જૈન યુવક મંડળ, પોલીસ તંત્ર, એસ.ટી. તંત્ર સહિ‌તનાં સરકારી તંત્રો દ્વારા યાત્રાળુઓ માટે સુંદર વ્યવસ્થા ૃચ્/’પાલીતાણા ખાતે ૭૦,૦૦૦ થી વધુ યાત્રાળુઓ આવવાનો અંદાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((અશ્વિન પારેખ)) ભાવનગર. ૧૧ માર્ચ
જૈનોની પવિત્ર તર્થિભૂમિ પાલિતાણા હાઈવે શત્રુંજ્ય ડુંગર પર આગામી ફાગણ સુદ તેરસ ((ઢેબરા તેરસ))નાં દિવસે ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત ગુજરાત અને દેશ-વિદેશમાંથી હજારો યાત્રાળુઓ જાત્રા કરવા માટે ઉમટશે. શત્રુંજય તર્થિની છ ગાઉની પ્રદક્ષિણા કરીને અતિ ક્રુર જીવો પણ સંત બની સાધના શિખર પર ચઢીને સિદ્ધ થયા છે. આ યાત્રા કરવા માટે એવા વ્યક્તિઓ પણ પધારે છે કે જેમણે મોટર-ગાડી,સ્કૂટર કે પ્લેન સિવાય પગ જમીન પર ન મુક્યો હોય તેઓ પણ પગપાળા છ ગાઉની યાત્રા કરી ધન્ય બને છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદજી કલ્યાણજી પેઢી, પ્રાર્થના યુવક મંડળ ભાવનગર, પોલીસ તંત્ર અને એસ.ટી.તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વર્ષે પણ આદપુરમાં ખાણી-પીણી માટેનાં ૯૬ પાલ ઊભા કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલીતાણા-શત્રુંજય પર્વતની પરંપરાગત યાત્રા ફાગણ સુદ તેરસ તા.૧૪ને શુક્રવારે યોજાશે. પાલીતાણામાં બિરાજમાન ૪પ૦થી વધુ પૂજ્ય આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીની નિશ્રામાં અંદાજિત ૭૦ હજાર જેટલા યાત્રાળુઓ આ યાત્રાનો લાભ લેશો.
પાલીતાણા ખાતે આવેલ આણંદજી-કલ્યાણજી પેઢી દ્વારા આદપુરમાં જુદા-જુદા ગામ-મંડપ-સંસ્થાના ૯૬ પાલ ઊભા કરાયા છે. જેમાં દહીં-ઢેબરા સહિ‌તની ખાદ્ય ચીજ-વસ્તુઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ૩૦ જેટલા પાલ સંઘ પૂજન માટે ઊભા કરાયા છે. ઘણા ઘરની પણ સુંદર વ્યવસ્થા છે.
તદ્દઉપરાંત મેડીકલની પણ સુવિધા છે. પેઢીનાં પ૦ જેટલા સિક્યુરીટી ગા‌ર્ડ‌ પણ વ્યવસ્થા માટે મુકાયા છે. ઉપરાંત ભાવનગર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાર્થના જૈન યુવક મંડળ ભાવનગરનાં ૧૦૦૦ જેટલા સ્વયંસેવકો છેક તળેટીથી શત્રુંજ્ય ટોચ સુધીનાં રસ્તે વ્યવસ્થા માટે ખડેપગે સેવા આપશે. વહેલી સવારે ૪.૦૦ વાગ્યે તળેટીથી જય... જય... આદીનાથનાં નાદ સાથે ફાગણ સુદ તેરસની યાત્રાનો આરંભ થશે. અને છ ગાઉની પ્રદક્ષિણા કરી આદપુર પાલમાં સૌ યાત્રાળુઓ પહોંચશે. જ્યાં સૌ યાત્રિકોનું સંઘપૂજન કરવામાં આવશે અને પાલમાં ભક્તિ કરવામાં આવશે.
પાલીતાણામાં આવેલ ૧૨પ જેટલી ધર્મશાળાઓ અત્યારથી જ યાત્રાળુઓથી ફૂલ થઈ ગઈ છે. અને હજુ પણ યાત્રાળુઓની આવક શરૂ છે.
બોક્સ-૧
ફેક્ટ ફાઈલ
૭૦,૦૦૦
અંદાજીત યાત્રાળુઓ
૪પ૦
સાધુ-સાધ્વીજી
૧૨પ
ધર્મશાળા
૯૬
પાલ
પ૦
પેઢીની સિક્યુરીટી
૩૦
પાલ સંઘ પૂજન માટે
૩૦
એસ.ટી. બસ
૧૦૦૦
પ્રાર્થનાનાં સ્વયંસેવકો
૦૦૦
પોલીસ સ્ટાફ
બોક્સ-૨
ભાવનગરથી પાલીતાણા જવા અગિયાર એસ.ટી. બસ ઉપડશે : પાલીતાણાથી આદપુર જવા માટે એસ.ટી. દ્વારા ૩૦ નવી બસ ફાળવાય
ફાગણ સુદ તેરસના પાલીતાાણામાં યોજાતા ઢેબરા તેરસનાં મેળામાં હજારો યાત્રાળુઓ એકઠા થાય છે. શ્રદ્ધાળુઓનાં ધસારાને પહોંચી વળવા માટે અને સગવડતા માટે એસ.ટી. વિભાગ ભાવનગર દ્વારા પાલીતાણાથી ૧પ કિ.મી. દૂર આવેલ આદપુર પાલમાં યાત્રાળુઓને લાવવા લઈ જવા માટે ૩૦ નવી બસ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ભાવનગર, ગારીયાધાર, તળાજા અને પાલીતાણા ડેપોની પાંચ, મહુવા ડેપોની બે બસ ફાળવાશે. જે તા.૧૪ સવારે ૬ વાગ્યાથી રાત્રિનાં ૮ વાગ્યા સુધી યાત્રાળુઓને લાવવા લઈ જવા માટે સતત ફેરા કરશે. યાત્રા માટે ફાળવાનાર કુલ ૩૦ બસ પૈકીની બોટાદ, બરવાળા અને ગઢડા ડેપો દ્વારા ફાળવનાર ૬ બસ અને ભાવનગર ડેપોની પાંચ મળી કુલ ૧૧ બસ ભાવનગર એસ.ટી. સ્ટેન્ડથી તા.૧૩ને ગુરૂવારે રાત્રે ૯-૦૦ કલાકથી સવારે પ-૦૦ કલાક સુધીમાં સમયાંતરે પાલીતાણા જશે. દર વર્ષે ૨પ બસ ફાળવાય છે. પરંતુ આ વર્ષે એસ.ટી.નાં વિભાગીય નિયામક સંજય જોષી દ્વારા પાંચ બસ વધારી ૩૦ બસ ફાળવાય છે.
બોક્સ-૩
યાત્રાળુઓ માટે ખાસ...
ફાગણ સુદ તેરસની યાત્રા માટે જૈનો ઉપરાંત જૈનેત્તર યાત્રાળુઓ પણ વિશાળ સંખ્યામાં આવતા હોય છે. ત્યારે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા જણાવાયું છે કે યાત્રાળુ બહેનોએ ટુંકા વસ્ત્રો કે જીન્સના વસ્ત્રો ન પહેરવા, વ્યવસ્થિત અને મર્યાદા જળવાય તેવા વસ્ત્રો પહેરવા ભાઈઓએ પણ મર્યાદિત વસ્ત્રો પહેરવા. ડુંગર પર પ્લા.ની થેલી કે અન્ય કચરો ન ફેંકવો, ખાદ્ય સામગ્રી ડુંગર પર ન લઈ જવી. અને સવારે ૪-૦૦ વાગ્યા પછી જ યાત્રા શરૂ કરવી.
બોક્સ-૪
પાલીતાણાના કેટલાક રસ્તા એકમાર્ગીય જાહેર
આગામી તા.૧૩,૧૪નાં ઢેબરીયા મેળામા અસંખ્ય યાત્રાળુઓ એકત્રિત થનાર હોય જેમાં વાહનો પણ મોટી સંખ્યામાં આવતાં હોય છે. જેમાં વ્યવસ્થા જાળવવા માટે તા.૧૩ને ૮ કલાકથી તા.૧૪ ચોવીસ કલાક સુધી ભાવનગરથી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતાં વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ, છેલ્લા ચકલા, પાલીતાણા હાઈસ્કૂલથી પાક`ગ મેદાન સુધી, પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે, પાલીતાણા હાઈસ્કૂલથી આારીયા જીવન સામે થઈ સાદડી જીવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા થઈ વણકરવાસ, લાવારીસ બસ સ્ટેન્ડ ઓવરબ્રીજ ઉપરથી થઈ સીધા બજરંગદાસબાપા ચોકડી થઈને જવાનું રહેશે. કેટલાંક વિસ્તારો નો પાક`ગ ઝોન જાહેર કરાયા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર પર કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.
બોક્સ-પ
પાલીતાણામાં આરોગ્યની સુખાકારી માટે જાહેરનામું
આગામી તા.૧૩, ૧૪-૩-૨૦૧૪ના રોજ પાલીતાણા ખાતે ફાગણ સુદ-૧૩નો જૈન સમાજનો ઢેબરીયો મેળો’ યોજાનાર હોઈ અને તેમાં પાલીતાણા તળેટી, ગીરીરાજ ડુંગર થઈ આદપુર, ઘેટી વિગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોવાથી, કેટલાંક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટીકની કોથળીઓ, પાણીના પાઉચ/બોટલો, તમાકુ, પાન મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનું વેચાણ તથા ઉપયોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉપર વિપરીત અસર થતી હોય, તેનું નિયમન કરવું જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે, પાલીતાણા તળેટી, પાલીતાણા શત્રુંજ્ય ગીરીરાજ તેમજ છ’ગાઉ યાત્રાનાં રસ્તે તેમજ આદપુર ગામમાં દિન-૨ દરમ્યાન, કોઈએ કચરો નાંખવો નહીં, પાણીનાં પાઉચ, દૂધનાં પાઉચ, બોટલો, ખાદ્યચીજ વસ્તુઓ, પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નાંખવી નહીં તેમજ બીડી, સિગારેટ, પાન,મસાલા, ગુટકા, તમાકુનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
બો્કસ-૬
યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા
આ યાત્રાનો લાખો યાત્રાળુઓ મહામુલો લાભ લે છે. યાત્રા કરનાર ભાગ્યશાળી થાક અને સમયનાં કારણે પરમાત્માની પૂજા કરવાનું ચૂકતા હોય છે. આવું ન થાય અને તમામ ભાગ્યશાળીઓ પરમાત્માની પૂજા નીચે ઉતરતાં સિધ્ધવડ ના સ્થાને જ એક દિવસીય જિનમંદિરમાં કરી શકે છે. છેલ્લા પાંચ વર્ષથી આ અંગેની સુંદર વ્યવસ્થા આણંદજી-કલ્યાણજીની પેઢીના સુંદર સહકારથી વર્ધમાન સંસ્કાર ધામ કરી રહયુ છે.વર્ધમાન સંસ્કાર ધામ દ્વારા નહાવાની સુંદર વ્યવસ્થા,યાત્રાળુઓ પાસે રહેલ મોબાઇલ કે અન્યજોખમ સચવાશે,પૂજા કરવા માટે ભાઇઓ તથા બહેનો માટે સુંદર વસ્ત્રો મળશે. સુંદર અષ્ટકારી પૂજા સહજ રીતે થશે.ઇન્દ્ર જેવા શણગાર સાથે તૈયાર કરવામા આવશે તમામ ભાગ્યશાળીઓને આ જિન મંદિરમાં દર્શન-પૂજા-ભકિત કરવા પધારવા જણાવાયુ છે. વધુ માહીતી માટે કીર્તીભાઇ શાહ મો. નં.૯૮૨૧૧૬૪૮૧૨,જીનેશભાઇ શાહ મો.નં.૯૮૧૯૩૪૬૪૩૪, સમીપભાઇ મો.નં.૯૮૨૧૪૭૧૯પપ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.