• Gujarati News
  • સ્ટાર પ્રચારકે ઉમેદવારનું નામ લીધું તો પ૦ ટકા ખર્ચ વધી જશેૃચ્ ’

સ્ટાર પ્રચારકે ઉમેદવારનું નામ લીધું તો પ૦ ટકા ખર્ચ વધી જશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભોપાલ. ૧૦ માર્ચ
સટાર પ્રચારકો ચૂંટણીમાં પ્રચાર કરે તેની સામે ચૂંટણી પંચને વાંધો નથી પરંતુ જો સ્ટાર પ્રચારકે પક્ષના ઉમેદવારનું નામ લીધું તો તેની હવાઈ મુસાફરીનો પ૦ ટકા ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જોડી દેવામાં આવશે. ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોની હવાઈ મુસાફરી અને હેલિકોપ્ટર યાત્રાના નિયમો કડક બનાવ્યા છે. તાજેતરમાં જ પંચે રાજ્યોના અન્ય પદાધિકારીઓને આ નિયમની જાણ કરી છે. નવા નિયમોમાં પંચે સ્પષ્ટતા કરી છે કે હવાઈ મુસાફરી મારફતે ઉમેદવારનો પ્રચાર કરાય તો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવે. લોકસભાનાં ઉમેદવારના ચૂંટણી ખર્ચની મર્યાદા ૪૦ લાખથી વધારીને ૭૦ લાખની કરાઈ તે વખતથી જ આ નિયમ ઘડવાની કવાયત ચાલી રહી હતી.