• Gujarati News
  • લાલજી ટંડન રાજનાથ માટે સીટ ખાલી કરવા રાજી નથીભાજપમાં હવે લખનઉ સીટ અંગે વિવાદ

લાલજી ટંડન રાજનાથ માટે સીટ ખાલી કરવા રાજી નથીભાજપમાં હવે લખનઉ સીટ અંગે વિવાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ. ૧૦ માર્ચ
ઉત્તર પ્રદેશની વારાણસી સીટ પછી હવે ભાજપમાં લખનઉ સીટને મુદ્દે વિવાદ ઊભો થયો છે. લખનઉના સાંસદ લાલજી ટંડને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ માત્ર મોદી માટે તેમની સીટ છોડવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રમુખ લખનઉથી ચૂંટણી લડવા માગે છે. કારણ કે હાલની ગાઝિયાબાદ સીટ તેમના માટે મુશ્કેલ છે. લાલજી ટંડને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ માત્ર મોદી માટે બેઠક ખાલી કરશે. જો મોદી લખનઉથી નહીં લડે તો તેમની ઉમેદવારી અહીંથી નક્કી છે. જો કે તેમણે પાછળથી એવી સ્પષ્ટતા પણ કરી કે હું એવો નથી કે પક્ષનો આદેશ ન માનું. અંતે તો પક્ષ જે નિર્ણય કરશે તે સ્વીકારીશ.
લખનઉ બેઠક માટેનો વિવાદ વારાણસી બેઠક માટે પક્ષમાં ચાલી રહેલા વિવાદને પગલે પગલે આવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી વારાણસીમાંથી મોદીને ઉતારવાના સખ્ત વિરોધી છે. પરંતુ પક્ષનાં કેટલાક નેતાઓ એવો મત ધરાવે છે કે, મોદીએ વારાણસીમાંથી જ ચૂંટણી લડવી જોઇએ.