• Gujarati News
  • નેતાઓ પાસે હવામાં ઉડવાના રૂપિયા ક્યાંથી આવે છે?એવિયેશન કંપનીઓ ભાવ ખાય છે કોંગ્રેસ અને ભાજપ ઉડનખ

નેતાઓ પાસે હવામાં ઉડવાના રૂપિયા ક્યાંથી આવે છે?એવિયેશન કંપનીઓ ભાવ ખાય છે કોંગ્રેસ અને ભાજપ ઉડનખટોલાઓ પાછળ ૧પ૦ કરોડ રૂપિયાનું આંધણ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટણીઓના દિવસોમાં આપણા નેતાઓ જમીન ઉપર ઓછા જોવા મળે છે, કારણ કે મોટા ભાગનો સમય તેઓ આકાશમાં જ ઉડતા હોય છે. આ વખતે ચૂંટણી પંચે પ્રચાર માટેના દિવસો ૨૧થી ઘટાડીને ૧૪ કરી નાંખ્યા હોવાથી વિમાનો અને હેલિકોપ્ટરોની ડિમાન્ડ વધી ગઇ છે, જેને કારણે તેના ભાવો પણ વધી ગયા છે. આ ચૂંટણીની સીઝનમાં ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષો નેતાઓને હવામાં ઉડાડવા પાછળ જ ૭૦થી ૯૦ કરોડ રૂપિયાનું આંધણ કરશે. આ રૂપિયા ક્યાંથી આવે છે ? એવો સવાલ પ્રજાના મનમાં થાય તો તે સ્વાભાવિક છે. ભારતમાં ખાનગી કંપનીઓ પાસે આશરે ૧૨૦ જેટ વિમાનો અને ૨૭૦થી ૨૮૦ હેલિકોપ્ટરો છે, જેને તેઓ ભાડે ફેરવે છે. ઇમ્પિરિયલ એર, ડેક્કન ચા‌ર્ટ‌ર્સ, લિગારે વોયેજીસ, પવનહંસ જેવી ચારથી પાંચ કંપનીઓ હેલિકોપ્ટરો અને વિમાનો ભાડે આપવાનો ધંધો કરે છે. નવીન જિંદાલ અને કમલનાથ જેવા નેતાઓ પોતાની એવિયેશન કંપનીઓ ધરાવે છે. રિલાયન્સ અને એસ્સાર જેવી કંપનીઓ પોતાનાં ખાનગી વિમાનો ધરાવે છે, જે નેતાઓને ભાડે આપવામાં આવે છે. ચૂંટણીના દિવસોમાં આ બધી કંપનીઓની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવે છે.
નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જેવા નેતાઓ એક કલાક માટે હેલિકોપ્ટરમાં ઉડે ત્યારે તેમના પક્ષને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. જો તેઓ હેલિકોપ્ટરને બદલે જેટ વિમાનમાં ઉડવાનું પસંદ કરે તો તેનો ખર્ચો કલાકના પાંચ લાખ રૂપિયા ઉપર પહોંચી જાય છે. સમાજવાદી પક્ષના મુલાયમ સિંહ યાદવ, બસપાનાં માયાવતી અને અન્ના ડીએમકેનાં જયલલિતા આ કંપનીઓના મોટા ગ્રાહક છે. એક હેલિકોપ્ટર જો ૪પ દિવસ માટે ભાડે કરવામાં આવે તો તેનો ખર્ચો આશરે બે કરોડ રૂપિયા થાય છે, જ્યારે જેટ વિમાનનો ખર્ચો પાંચ કરોડ રૂપિયા થાય છે. ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષો ૪પ દિવસ માટે આશરે ૨૦થી ૩૦ વિમાનો અને હેલિકોપ્ટરો બુક કરી લેતા હોય છે.
જો બેલ ૪૦૭ પ્રકારનું સિંગલ એન્જિન હેલિકોપ્ટર વાપરવું હોય તો તેનું કલાકનું ભાડું આશરે ૬૦,૦૦૦ રૂપિયા થાય છે. સિંગલ એન્જિન હેલિકોપ્ટર દુઘ્ર્‍ાટનાગ્રસ્ત થવાની સંભાવના વધુ રહે છે. તેને બદલે બેલ - ૪૧૨ પ્રકારનું ડબલ એન્જિન હેલિકોપ્ટર વાપરવું હોય તો તેનું ભાડું કલાકના ૨.પ લાખ રૂપિયા થાય છે. આ હેલિકોપ્ટરો દિવસના ઓછામાં ઓછા ત્રણ કલાક ચલાવવા પડે છે. પાંચ બેઠક ધરાવતું કિંગએ૨નું સી - ૯૦ વિમાન વાપરવું હોય તો તેનું કલાકનું ભાડું, પપ,૦૦૦ રૂપિયા થાય છે. તેને બદલે નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વાપરે છે તેવું ફાલ્કન ૭૦૦૦ કે ચેલેન્જર- ૬૦પ વાપરવું હોય તો તેનું ભાડું કલાકના આશરે પાંચ લાખ રૂપિયા થાય છે.
ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું રાજ્ય હોવાથી તેમાં લગભગ દરેક મુખ્ય પક્ષના નેતાઓ ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરનો અથવા વિમાનનો ઉપયોગ કરવાના છે. ભાજપ માત્ર ઉત્તર પ્રદેશમાં જ આશરે ૧૦ હોલિકોપ્ટરો ભાડે રાખવાનો છે, જેનો ઉપયોગ નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી અને નીતિન ગડકરી જેવા નેતાઓ કરશે. ઇ. સ. ૨૦૧૨માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઇ તેમાં ભાજપે નેતાઓને હવામાં ઉડાડવા પાછળ ૧૧ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પક્ષ ઉત્તર પ્રદેશમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી માટે સાતથી આઠ હેલિકોપ્ટરો ભાડે કરવાની ગોઠવણ કરી રહ્યો છે. ઇ. સ. ૨૦૧૨ની ચૂંટણીઓમાં કોંગ્રેસે વિમાનો અને હેલિકોપ્ટરો પાછળ ૩૦ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. સમાજવાદી પક્ષ પોતાના નેતાઓ મુલાયમ સિંહ યાદવ, રામ ગોપાલ યાદવ અને અખિલેશ યાદવ માટે પણ હેલિકોપ્ટરો ભાડે રાખવાનો છે. ઇ. સ. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓમાં સપાએ હેલિકોપ્ટરો અને વિમાનો પાછળ આશરે ૧૦ કરોડ રૂપિયા ખચ્ર્યાં હતાં. બસપાએ પોતાના ત્રણ નેતાઓ માયાવતી, સતીશચંદ્ર
મિશ્ર અને નસીમુદ્દીન સિદ્દિકી ઉત્તર પ્રદેશમાં ફરીને પ્રચાર કરી શકે તે માટે ત્રણ હેલિકોપ્ટરો બુક કરી લીધા છે. આ સિવાય માયાવતીને અન્ય રાજ્યોનો પ્રવાસ કરાવવા માટે ૪પ દિવસ માટે એક ખાનગી જેટ વિમાન પણ બુક કરી લીધું છે.ઇ. સ. ૨૦૧૨ની ચૂંટણીઓમાં બસપાએ હેલિકોપ્ટરો અને વિમાનો પાછળ સાત કરોડ રૂપિયાનું આંધણ કર્યું હતું.
દિલ્હીમાં રહેલી એ. આર. એરવેઝ, સ્ટાર એવિયેશન, પવન હંસ અને એર કિંગ જેવી કંપનીઓ હેલિકોપ્ટરો અને વિમાનો ભાડે આપવાનો ધંધો કરે છે. બેંગલોરની ડેક્કન ચા‌ર્ટ‌ર્સ કંપનીના અધ્યક્ષ કેપ્ટન ગોપીનાથ આમ આદમી પાર્ટી’માં જોડાઇ ગયા છે. તેઓ પણ વિમાનો ભાડે ફેરવે છે. કર્ણાટકના માઇનીંગ રાજાઓ પણ પોતાની ખાનગી હેલિકોપ્ટરો ધરાવે છે, જેનો ઉપયોગ તેઓ પક્ષના કામ માટે કરે છે. કુખ્યાત રેડ્ડી ભાઇઓ પાસે પોતાના માલિકીનું હેલિકોપ્ટર હતું, પણ માઇનિંગ કૌભાંડ બહાર આવતાં તેનું લીલામ કરીને વેચી નાખવામાં આવ્યું હતું. અનિલ લાડ અને આનંદ સિંહ જેવા માઇનિંગ રાજાઓ પાસે હજી હેલિકોપ્ટર છે, પણ તેઓ જેલમાં છે. કર્ણાટકના બાગાયત ખાતાંના પ્રધાન શમશૌર શિવશંકરપ્પા પાસે પોતાની માલિકીના ત્રણ હેલિકોપ્ટર છે, જેને તેઓ ભાડે ફેરવે છે. કર્ણાટકમાં એક વખત સત્તા ભોગવી ચૂકેલા પક્ષ જેડી ((એસ)) પાસે હવે પૈસાની તંગી છે, માટે તેમના નેતાઓ દેવે ગૌડા અને કુમારસ્વામી હેલિકોપ્ટરને બદલે મોટર કારના કાફલામાં રાજ્યનો ચૂંટણી પ્રવાસ કરવાના છે. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે જાહેર કર્યું છે કે તેઓ ચૂંટણી પ્રચાર માટે ખાનગી વિમાન અથવા હેલિકોપ્ટરનો ઉપયોગ નહીં કરે. જોકે તાજેતરમાં તેઓ જયપુરથી દિલ્હી ચા‌ર્ટ‌ર્ડ‌ ફલાઇટમાં ગયા ત્યારે મિડીયામાં હોબાળો મચી ગયો હતો. કેજરીવાલે સ્પષ્ટતા કરી કે આ ખર્ચ એક મિડીયા હાઉસે કર્યો હતો, જેના કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ દિલ્હી ગયા હતા.@ જ્ૂખ્#ૂન્.ત્ગ્ચ્ૂ@ૈૂૌખૈ્રૃોૂજ્રૂચ્ર્‍ચ્ગ્ણ્ઘ્.ેગ્ક્