તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાલિતાણામાં સી.પી.એમ. દ્વારા વિશાળ સંમેલન યોજાયુંૃચ્ ’નવા બીપીએલ કા‌ર્ડ‌ આપવા માંગ કરાઈ: આવક મર્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણામાં સી.પી.એમ. દ્વારા વિશાળ સંમેલન યોજાયુંૃચ્/’નવા બીપીએલ કા‌ર્ડ‌ આપવા માંગ કરાઈ: આવક મર્યાદા પ્રશ્ને ગરીબોનો રોષૃચ્/’મળવાપાત્ર લાભોથી નાગરિકો વંચિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((રમેશ પંડયા)) ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
પાલિતાણા ખાતે માર્કસવાદી સામ્યવાદી પક્ષ દ્વારા બી.પી.એલ. કા‌ર્ડ‌ સહિ‌તના પ્રશ્નો અંગે બી.પી.એલ. અરજદારોનું વિશાળ સંમેલન યોજાયું હતું. જેમાં નવા બી.પી.એલ. કા‌ર્ડ‌નો સર્વે કરી નાગરિકોને બી.પી.એલ. કા‌ર્ડ‌ આપવા માંગ કરાઈ હતી.
પાલિતાણામાં દરબારગઢ ચોક ખાતે સી.પી.એમ.નું ૩૦૦૦થી વધુ નાગરિકોની ઉપસ્થિતિમાં પાલિતાણા તાલુકા મંત્રી બાબુભાઈ શેઠનાં અધ્યક્ષસ્થાને સંમેલન મળ્યું હતું. આ આંદોલનમાં ગ્રામ્ય વિસ્તારનાં ગરીબ મધ્યમવર્ગનાં નાગરિકોને નવા બી.પી.એલ. કા‌ર્ડ‌ માટે ૩૦૦૦થી વધુ ફોર્મ રજૂ કરાવા છતાં હજી કા‌ર્ડ‌ નહીં અપાતા ઉગ્ર માંગણી કરાઈ હતી.
ઉપરાંત ફુડસિક્યુરીટી એક્ટ તળે લાભાર્થીને રૂા.૨ કિલો ભાવે અનાજ, મોંઘવારીનાં સમયમાં મળવાપાત્ર રાહતથી નાગરિકો વંચિત રહી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જે કોઈ એજન્સી દ્વારા લીસ્ટ તૈયાર કરી જાહેર કરવા માંગણી કરાઈ હતી.
આ સંમેલનને સંબોધતા સી.પી.એમ. પ્રદેશમંત્રી અરૂણ મહેતાએ કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની સરકારો ગરીબોની મજાક ઉડાવી રહી છે અને રૂા.૧૧ અને રૂા.૧૭ની દૈનિક બી.પી.એલ. આવક મર્યાદા પ્રશ્ને રોષ વ્યક્ત કરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો