• Gujarati News
  • આઈઆઈપી અને ફુગાવો બંનેમાં વધારોૃચ્ ’

આઈઆઈપી અને ફુગાવો બંનેમાં વધારોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. પીટીઆઈ.૧૨ નવેમ્બર
ઓગસ્ટ માસમાં સ્થિર રહ્યા બાદ સપ્ટેમ્બર માસમાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદન દર ((આઈઆઈપી))માં ૨ ટકાનો વધારો થયો છે જ્યારે ઓક્ટોબર માસ દરમિયાન દેશનો રિટેલ ફુગાવાનો દર બે આંકડે પહોંચતા તે ૧૦.૦૯ ટકાનો થયો છે. સપ્ટેમ્બરમાં આઈઆઈપી ૦.૭ ટકાનો રહ્યો હતો જ્યારે સપ્ટેમ્બર માસમાં દેશના રિટેલ ફુગાવાનો દર ૯.૮૪ ટકાનો રહ્યો હતો. ઓક્ટોબર માસ દરમિયાન શાકભાજીની કિંમતમાં ૪પ.૬૭ ટકાનો વધારો થયો છે ગત માસ દરમિયાન શાકભાજીની કિંમતમાં ૩૪.૯૩ ટકાનો વધારો થયો હતો. દરમિયાન ઓગસ્ટ માસના આઈઆઈપીના આંકડા સુધારીને ૦.૪૩ના કરવામાં આવ્યા છે જે અગાઉ ૦.૬ ટકાના જાહેર કરવામાં આવ્યા હતા તેમ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિ‌તીમાં જણાવવામાં આવ્યું હતું.