• Gujarati News
  • રૂપિયો નબળો પડતાં સોનામાં સુધારો

રૂપિયો નબળો પડતાં સોનામાં સુધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ.૧૨ નવેમ્બર
ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટી જતાં વિશ્વબજારની નરમાઇ છતાં આજે ભારતીય બુલિયન બજારમાં સોનાના ભાવ ઊંચકાઇ ગયા હતા જયારે તેનાથી વિપરીત ચાંદીમાં ઘટાડાતરફી ચાલ હતી. સોનામાં રૂ.પ૦૦ વધ્યા હતા જયારે ચાંદીમાં રૂ.૨૪પનો ભાવઘટાડો હતો. વિશ્વબજારમાં સોનાના ભાવ ઘટીને સાડા ત્રણ સપ્તાહની નીચી સપાટીએ અને ૧૨૮૦ ડોલર પ્રતિ ઔંશ થયું હતું.
રાજકોટ ખાતે સોનું રૂ.પ૦૦ વધી રૂ.૩૧,૮૦૦, સોનું બિસ્કિટ રૂ.પ૦૦૦ વધી રૂ.૩,૧૮,૦૦૦ અને ચાંદી રૂ.૧૦૦ ઘટી રૂ.૪૮,પ૦૦ થઇ હતી. અમદાવાદ ખાતે સોનાના ભાવ રૂ.૩૦૦ વધી રૂ.૩૧,પ૦૦ અને ચાંદી રૂ.૪૮,પ૦૦ તેમજ મુંબઇ ખાતે સોનું રૂ.૩૩પ વધી રૂ.૩૧,૩૩૦ અને ચાંદી રૂ.૨૪પ ઘટી રૂ.૪૯,પ૩પના બંધ ભાવે જોવા મળી હતી.
નાયમેક્સ ખાતે કોમેક્સ સોનું ૨.૯૦ ડોલર વધી ૧૨૮૪ ડોલર અને ચાંદી બે સેન્ટ ઘટી ૨૧.૨૬ ડોલર પ્રતિ ઔંશ હતી. હાજરમાં સોનું ૧૦ સેન્ટ ઘટી ૧૨૮૨.પ૦ ડોલર, ચાંદી ૧૧ સેન્ટ ઘટી ૨૧.૨૪ ડોલર અને પ્લેટિનમ ૭ ડોલર વધી ૧૪૪૦ ડોલર પ્રતિ ઔંશ હતું. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૩૪ સેન્ટ વધી ૧૦૬.૭૪ ડોલર પ્રતિ બેરલના ભાવે હતી.
એક્સપો‌ર્ટની સારી ડિમાન્ડને કારણે સારી લેવાલીની સામે આવકનું પ્રેશર થોડું ઓછું રહેતા આજે કપાસ અને રૂ બજારમાં સુધારાની ચાલ જોવા મળી હતી. આજે દેશમાં ૧.પ૦ લાખ ગાંસડી, ગુજરાતમાં ૪પ,૦૦૦ ગાંસડી અને સૌરાષ્ટ્રમાં ત્રણ લાખ મણ કપાસની આવક હતી. રાજકોટ ખાતે ૩૮,૦૦૦ મણ આવક-ભાવ રૂ.પ-૭ના સુધારા સાથે ૯૬૦-૧૦૦પ થયો હતો. રૂ બજાર રૂ.૩૦૦-૪૦૦ વધી રૂ.૪૧,૧૦૦-૪૧,૨૦૦ના સ્તરે હતું. કપાસ જિન ડિલિવરી રૂ.૧૦૧૦-૧૦૧પ અને ગામડાના કપાસના રૂ.૯૮૦ના ભાવ હતા. કપાસિયા રૂ.૩૭પ-૩૮૦, કડી ખોળ રૂ.૯૭૦-૯૭પ અને રાજકોટ ખોળના રૂ.૮૧૦-૮૧પના ભાવ જોવા મળ્યા હતા. એરંડા વાયદામાં તેજીની સર્કિટ લાગ્યા બાદ આજે વાયદો વધીને ઉપરમાં ૩૯૦૦ની સપાટી કૂદાવીને છેલ્લે સામાન્ય ઘટાડા સાથે બંધ આવ્યો હતો. ગુજરાતમાં ૩૮,૦૦૦-૪૦,૦૦૦ ગુણી આવક-ભાવ રૂ.૭૧પ-૭૨૮ તેમજ સૌરાષ્ટ્રમાં ૪૪૦૦-૪પ૦૦ ગુણી આવક-ભાવ રૂ.૬૭પ-૭૦પ હતો. રાજકોટ કોમોડિટી એક્સચેન્જ ખાતે એરંડા ડિસેમ્બર વાયદો રૂ.૩ વધી ૩૮પ૭ના મથાળે હતો.