• Gujarati News
  • ટીના એન્ડ લોલોના શૂટિંગ ૃચ્ ’દરમિયાન સન્ની લિયોન ઘાયલ

ટીના એન્ડ લોલોના શૂટિંગ ૃચ્/’દરમિયાન સન્ની લિયોન ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ.પીટીઆઇ. ૧૧ નવેમ્બર
ઇન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિયોન તેની આગામી ફિલ્મ ટીના એન્ડ લોલોના એક એકશન દ્રશ્યના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ છે.
એકશન દ્રશ્યો અને મારધાડથી ભરપૂર ફિલ્મ ટીના એન્ડ લોલોની બન્ને અભિનેત્રીઓ સન્ની લિયોન અને કરિશ્મા તન્નાએ ફિલ્મની જરૂરિયાત મુજબ કેટલાક ઘાતકી અને જોખમી સ્ટન્ટ્સ ભજવવાના છે અને આવા જ એક હેવી ડયૂટી સ્ટન્ટ દ્રશ્યના શૂટિંગ વખતે કશીક ગરબડ થતાં એડલ્ટ સ્ટાર ઘવાઇ હતી.
સન્ની લિયોનને પાંસળીઓમાં નજીવી ઇજાઓ થઇ છે અને ડૉક્ટરે તેને થોડા દિવસ શૂટિંગ બંધ રાખીને આરામ કરવાની સલાહ આપી છે. જો કે કામ પ્રત્યે સમર્પિ‌ત અભિનેત્રી જખમો ભૂલીને મુંબઇમાં ફિલ્મના સેટ પર શૂટિંગ માટે પહોંચી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
છોકરીઓ પાસે એકશન દ્રશ્યોનું શૂટિંગ કરાવતી વખતે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે છે અને સન્ની તથા કરિશ્માના કિસ્સામાં પણ પૂરી સાવધાની રાખવામાં આવી હોવા છતાં આમ થયું તે ભારે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને સૌને એ વાતનો ભારે આનંદ છે કે સન્ની ગંભીર રીતે ઘવાઇ નથી અને અમે તેના વ્યાવસાયિક અભિગમની ભારોભાર પ્રશંસા કરીએ છીએ. બન્ને છોકરીઓએ તેઓના સ્ટન્ટ દ્રશ્યો બોડી ડબલની સહાય વગર જાતે જ કરવાનો આગ્રહ રાખ્યો હતો આથી અમે તેઓ સાથે વધારાની સાવચેતી રાખી હતી, તેમ ફિલ્મના નિર્દેશક દેવાંગ ધોળકિયાએ કહ્યું હતું.
સન્નીને જખ્મી કરનારૂં દ્રશ્ય એવા પ્રકારનું હતું કે તેણે અને કરિશ્માએ તેઓ પર ગોળીઓ છોડી રહેલા ગુંડાઓ પર એક કારમાંથી કૂદીને તેઓને નીચે પાડી દેવાના હતા. સન્નીએ કારમાંથી જમ્પ મારીને ગુંડાને નીચે તો પાડી દીધો હતો પણ તે એવી વિચિત્ર રીતે પડી હતી કે એકસ્ટ્રા કલાકારનો ગોઠણ તેને પૂરાં વેગથી પાસળીમાં વાગી ગયો હતો.