• Gujarati News
  • ચંદા કોચર ભારતનાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન

ચંદા કોચર ભારતનાં સૌથી પાવરફુલ બિઝનેસ વુમન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : ફોચ્ર્યુન મેગેઝિન દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી અને સીઇઓ ચંદા કોચરને ભારતના સૌથી શક્તિશાળી((મોસ્ટ પાવરફુલ)) બિઝનેસવુમન તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. ફોચ્ર્યુન મેગેઝિને સતત ત્રીજા વર્ષે ચંદા કોચરને આ ટોચની પદવી આપી છે. મેગેઝિને વર્ષ ૨૦૧૩ માટે જાહેર કરેલી ભારતના સૌથી શક્તિશાળી બિઝનેસવુમનની યાદીમાં બીજું અને ત્રીજું સ્થાન અનુક્રમે એક્સિસ બેન્કના શિખા શર્મા અને કેપજેમિનિ ઇન્ડિયાના અરુણા જયંતિને આપ્યું છે.
જ્યારે ઓપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝના અનુસંધાન પાના નં.૦૪
મેનેજિંગ ડિરેક્ટર પ્રીતા રેડ્ડી અને ટ્રેકટ્‌ર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ((ટીએપીઇ))ના સીઇઓ મલ્લિકા શ્રીનિવાસનને અનુક્રમે ચોથું અને પાંચમું સ્થાન મળ્યું છે.
મેગેઝિને જણાવ્યું હતું કે ભારતના એનર્જી મલ્ટિનેશનલ અથવા વિશ્વની સૌથી મોટી કોફી ચેઇન પર નજર નાંખીએ તો ભારતીય ઉદ્યોગ જગતમાં મહિ‌લાઓની કામગીરી વધુ દેખાઇ આવે છે.
પ૦ સૌથી શક્તિશાળી બિઝનેસવુમનની ફોચ્ર્યુનની યાદીમાં છ નવી એન્ટ્રી છે. જેમાં શેલ ઇન્ડિયાના યાસ્મિન હિ‌લ્ટન, આઇબીએન ઇન્ડિયાના એમડી વનિતા નારાયણ, અનિતા ડોંગરેના સ્થાપક અનિતા ડોંગરે, હેરિટેજ ફૂડ્સના વાઇસ ચેરમેન અને એમડી એન.ભુવનેશ્વરી, એલ એન્ડ ટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સીઇઓ આશુ સૂયશ, તાતા સ્ટારબક્સ ઇન્ડિયાના સીઇઓ અવની સાગલાણી દેવડાનો સમાવેશ થાય છે.
ભારતની સૌથી શક્તિશાળી બિઝનેસવુમનની પ૦ સભ્યોની યાદીમાં ટોચના દસ સ્થાનમાં એચટી મીડિયાના ચેરમેન શોભના ભરથીયા, બાયોકોનના ચેરમેન એન્ડ એમડી કિરણ મઝુમદાર શો, એઝેડબી પા‌ર્ટન‌ર્સના કો-ફાઉન્ડર ઝિયા મોદી, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના એમડી વિનિતા બાલી અને એચએસબીસી ઇન્ડિયાના કન્ટ્રી હેડ નૈના લાલ કિડવાઇનો સમાવેશ થાય છે.
યાદીમાં સામેલ અન્ય મહિ‌લાઓમાં બાલાજી ટેલિફિલ્મસનાં એકતા કપૂર, નેશનલ સ્ટોક એક્સચેન્જનાં ચિત્રા રામકૃષ્ણન, એચડીએફસીના રેણુ સૂદના નામ છે.
ટોચની પાંચ સૌથી શક્તિશાળી બિઝનેસવુમન
ચંદા કોચર - એમડી, આઇસીઆઇસીઆઇ બેન્ક
શિખા શર્મા - એક્સિસ બેન્ક
અરુણા જયંતિ - કેપજેમિનિ ઇન્ડિયા
પ્રીતા રેડ્ડી - મેનેજિંગ ડિરેક્ટર ઓફ એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ
મલ્લિકા શ્રીનિવાસન - સીઇઓ, ટ્રેક્ટ‌ર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેડ