• Gujarati News
  • ક્રિશ ૩ની છ દિવસની કમાણી અધધ ૧પ૦ કરોડ રૂપિયાને આંબી

ક્રિશ-૩ની છ દિવસની કમાણી અધધ ૧પ૦ કરોડ રૂપિયાને આંબી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી . ૭ નવેમ્બર
હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા, વિવેક ઓબેરોય અને કંગના રણાવત અભિનિત ફિલ્મ ક્રિશ-૩ રિલીઝ થયાના ચાર દિવસમાં જ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને છ દિવસની અંદર આ આંકડો ૧પ૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ટ્રેડ એનાલિસ્ટોનું માનવું છે કે તે ગણતરીના દિવસોમાં જ ૨૦૦ કરોડ રૂપિયાની કલબમાં પહોંચી જશે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર મને આશા છે કે ક્રિશ-૩ બીજા સપ્તાહની અંદર ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લેશે. ૩ઇડિયટ્સ અને ચેન્નાઇ એક્સપ્રેસ બાદ ૨૦૦ કરોડની કલબમાં સામેલ થનારી તે ત્રીજી ફિલ્મ હશે.
ટ્રેડ એક્સપ‌ર્ટ અમોદ મેહરાએ જણાવ્યું હતું કે દિવાળીના આગલા દિવસોનો સમયગાળો ફિલ્મો માટે સૌથી મુશ્કેલ હોય છે. કેમ કે, થિયેટર માલિકો સમારકામ અને કલરકામ કરવા માટે થિયેટરો બંધ રાખતાં હોય છે. પણ રાકેશ રોશને આ ટ્રેડથી અલગ હટીને દિવાળીના આગલા દિવસોમાં ફિલ્મ રિલીઝ કરીને હિંમતભર્યું કામ કર્યું છે.
સાયન્સ ફિકશન આધારીત આ ફિલ્મ કોઇ મિલ ગયા’ અને ક્રિશ’ની સિકવલ છે. આ ફિલ્મોએ હૃતિક રોશનને સુપરહીરો પુરવાર કર્યો છે. ફિલ્મની ટેક્નોલોજી અને એકશન દૃશ્યો લોકોને ખૂબ જ પસંદ પડયા છે. આ વખતે સંગીતમાં થોડોક નબળો દેખાવ રહ્યો છે. વિલનની ભૂમિકા કરનારા વિવેક ઓબેરોયના અભિનયને પણ લોકોએ વખાણ્યો છે.