• Gujarati News
  • સંજીવ ભટ્ટની સુરક્ષા ઘટાડાઈ

સંજીવ ભટ્ટની સુરક્ષા ઘટાડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ .૭ નવેમ્બર
મોદી સરકાર સામે બાંયો ચડાવનાર સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને વાય’ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હોવા છતાં ગુજરાત સરકારે ફરી એક વાર સંજીવ ભટ્ટ અને તેમના પરિવારની સુરક્ષામાં તહેનાત કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી દીધો છે. જે મુજબ હવે સંજીવ ભટ્ટની સુરક્ષા માટે પાંચ સુરક્ષા કર્મચારીઓને બદલે ફક્ત બે કર્મચારીઓ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૨ના રમખાણોના કેસમાં સંજીવ ભટ્ટ મોદી સરકારની સામે પડેલા છે અને આઈબીના રિપો‌ર્ટ તથા એસઆઈટીની રેકમેન્ડેશન બાદ ભટ્ટને આ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલી હતી તેમાં અચાનક કમી કરી દેવાના સરકારના આ નિર્ણયને લઈને સમાજના એક ચોક્કસ વર્ગમાં તર્ક વિતર્ક ઊભા થયા છે.
જ્યારે વાય’ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવતી હોય છે ત્યારે સ્ટાન્ડ‌ર્ડ‌ પ્રોસીજર પ્રમાણે ૧ ગા‌ર્ડ‌ કમાંડો અને અન્ય ચાર સહિ‌ત પાંચ સુરક્ષા કર્મચારીઓ હોય છે જે ત્રણ શિફ્ટમાં કામ કરતા હોય છે. જેમાં કમ સે કમ બે કર્મચારીઓ જેને સુરક્ષા આપવામાં આવી હોય તેની સાથે રહેતા હોય છે જ્યારે બાકીના કર્મચારીઓ ઘર અને પરિવારની
સુરક્ષાની જવાબદારી ઉપાડતા હોય છે. પરંતુ સંજીવ ભટ્ટના કિસ્સામાં ઘટેલા કર્મચારીઓની સંખ્યા જોતા એ શક્ય નથી. દિવ્ય ભાસ્કરે આ અંગે કન્ટ્રોલ રૂમના ડીસીપી એમ. કે. નાયક સાથે વાત કરીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોન ન ઉપાડતા વાત થઈ શકી ન હતી.