તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધનતેરસે સોના ચાંદી વધુ ઢીલાં પડયાં

ધનતેરસે સોના-ચાંદી વધુ ઢીલાં પડયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ. ૧ નવેમ્બર
ધનતેરસના શુભ મુહૂર્તમાં કિંમતી ધાતુઓની સારી લેવાલી અને વિશ્વબજારમાં જોવાયેલા ઘટાડાની અસરરૂપે આજે ભારતીય બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ હતી. સોનામાં રૂ.૧૪પ અને ચાંદીમાં રૂ.૬૬પ થયા હતા. ડોલરની મજબૂતાઇ અને અમેરિકામાં મેક્રો ઇકોનોમિક ડેટા પ્રોત્સાહક આવતા કિંમતી ધાતુઓના ભાવ ઘટયા હતા.
આજે સ્થાનિકમાં રાજકોટ ખાતે સોનું રૂ.૧૦૦ ઘટી રૂ.૩૧,૨૦૦, સોનું બિસ્કિટ રૂ.૧૦૦૦ ઘટી રૂ.૩,૧૨,૦૦૦ અને ચાંદી રૂ.૪૦૦ ઘટી રૂ.૪૮,૬૦૦ના સ્તરે હતા. અમદાવાદ ખાતે સોનું રૂ.પ૦ વધી રૂ.૩૧,૧૧૦ અને ચાંદી રૂ.૭૦૦ ઘટી રૂ.૪૮,૩૦૦ તેમજ મુંબઇ ખાતે સોનાના ભાવ રૂ.૧૪પ ઘટી રૂ.૩૦,૬૮પ અને ચાંદી રૂ.૬૬પ ઘટી રૂ.૪૯,૩૨૦ના ભાવે જોવા મળી હતી.