તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આવો, બીજાનાં ઘરોમાં પણ અજવાળાં પાથરીએ

આવો, બીજાનાં ઘરોમાં પણ અજવાળાં પાથરીએ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળી ખુશીઓનું નામ છે અને ખુશી વહેંચવાથી જ વધે છે. દિવાળીના એક દિવસ પહેલાં જ્યારે તમે તમારાં ઘરોને ખુશીઓથી રોશન કરવામાં વ્યસ્ત છો, ત્યારે કેટલાક એવા લોકો પણ છે જે ઈચ્છવા છતાં પોતાનાં ઘરોમાં ખુશી લાવી શકતાં નથી. દિવાળીના આ પ્રસંગે આવા લોકોને ભૂલશો નહીં. તેમને ચોક્કસપણે યાદ કરો. થોડી ખુશી અને પ્રકાશ આવા લોકોને પણ આપો. કંઈક આપવાના આ કર્મથી તમારે ત્યાં સમૃદ્ધિનું આગમન નિ‌શ્ચિ‌ત છે સુખનું અને પ્રકાશનું. જો થોડી મીઠાઈ, થોડા ફટાકડા તમે તેમને આપશો તો તેઓ હંમેશા તમારી ખુશી માટે પ્રાર્થના કરશે. કંઈક આપવાનું આ કર્મ તમારાં સંતાનો પાસે કરાવો તો ઉત્તમ. આનાથી તમારાં સંતાનોને અપાર આનંદ મળશે અને તેમનામાં સંસ્કાર આવશે કે આપવાનું સુખ જ સૌથી શ્રેષ્ઠ સુખ છે. બસ, જરૂરતમંદનાં ઘરોમાં અજવાળાં પાથરવાનું મહાન કાર્ય કરો. આ જ હશે આપની સાર્થક દિવાળી. -રમેશચંદ્ર અગ્રવાલ,
ચેરમેન ભાસ્કર જૂથ.