• Gujarati News
  • વૃધ્ધાને લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇ, સોનાનો ચેઇન કબજે

વૃધ્ધાને લૂંટી લેનાર રિક્ષાગેંગ ઝડપાઇ, સોનાનો ચેઇન કબજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
ત્રણ દિવસ પૂર્વે જસદણના વૃધ્ધાને રિક્ષામાં બેસાડી રિક્ષાચાલક અને તેના મળતિયાઓએ વૃધ્ધાનો સોનાનો ચેઇન લૂંટી લીધો હતો. રિક્ષાગેંગ વધુ કેટલાક શિકાર કરે તેપૂર્વે તેને દબોચી લીધી હતી.
જસદણમાં રહેતા સવિતાબેન શામજીભાઇ રાઠોડ ((ઉ.વ.૭૦)) રાજકોટમાં ૧પ૦ ફૂટ િંરગ રોડ પરના ઇગલ રેસિડેન્સીમાં રહેતા પુત્રને મળવા માટે ગત શનિવારે રાજકોટ આવ્યા હતા અને ભકિતનગર સર્કલથી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અગાઉથી કેટલાક શખ્સો મુસાફરના સ્વાંગમાં બેઠા હતા. રિક્ષામાં વૃધ્ધાની નજર ચૂકવી રૂા.૪૦ હજારનો ચેઇન લૂંટની લીધો હતો અને મવડી ચોકડી પાસે વૃધ્ધાને નીચે ઉતારી રિક્ષાચાલક સહિ‌તના શખ્સો નાસી છૂટયા હતા. આ અંગેની ફરિયાદ નોંધાઇ હતી. લૂંટમાં ઢેબર કોલોની પાસેના ઝૂંપડામાં રહેતા ભાદા દુલા સોલંકી, અજય ઉર્ફે દિગુ શાંતિલાલ સોઢા, મહેશ ઉર્ફે બલો મોહન સોઢા અને કિશોર ગોરધન સોલંકીની સંડોવાણી હોવાની હકીકત મળતા ભકિતનગર પોલીસે ચારેયને રિક્ષા સાથે દબોચી લઇ માલવિયાનગર પોલીસ હવાલે કર્યા હતા. પોલીસ પૂછપરછમાં ચારેય શખ્સોએ સોનાના ચેઇનની લૂંટ કબૂલી હતી. પોલીસે લૂંટાયેલો ચેઇન પણ કબજે કર્યો હતો.