• Gujarati News
  • ટંકારામાં પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન

ટંકારામાં પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ ટંકારા
ટંકારા પાટીદાર સમાજ દ્વારા ઉમિયા પરિવારના બેનર હેઠળ તા. ૨ મેના દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહલગ્નમાં ૧પ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશે. આગામી તા. ૨જી મેના રોજ કન્યા છાત્રાલયના પટાંગણમાં કરવામાં આવેલા આ આયોજનમાં તમામ નવદંપતીને સમાજના દાતાઓ તરફથી પપ થી વધુ પ્રકારની ભેટ આપવામાં આવશે. ઉપરાંત રામાયણ તેમજ ભાગવત ગીતા જેવા પવિત્ર ગ્રંથો પણ નવયુગલોને ભેટમાં અપાશે. લગ્નોત્સવ કાર્યક્રમને ઉમિયા મંદિર સીદસર તરફથી રૂ. ૧પ૦૦૦ અને ટંકારા સમાજના કાયમી દાતા એવા અમરશીભાઇ બોડા તરફથી પ૧૦૦૦ નું દાન પ્રા થયું છે. કાર્યકરોમાં પણ સમાજના સેવાકીય કાર્યમાં કોઇ ખામી ન રહે તેની ખાસ તકેદારી રખાશે.