• Gujarati News
  • બીએસએનએલ દ્વારા મતદાન મથકો પર બ્રોડબેન્ડ જોડાણ અપાયાં

બીએસએનએલ દ્વારા મતદાન મથકો પર બ્રોડબેન્ડ જોડાણ અપાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસએનએલ દ્વારા મતદાન મથકો પર બ્રોડબેન્ડ જોડાણ અપાયાં
લોકસભાની ૩૦મી એપ્રિલ બુધવારે યોજાનારી ચૂંટણીને અનુલક્ષી રાજકોટ બીએસએનએલ દ્વારા બ્રોડબેન્ડ કનેક્શન આપવાની કામગીરી આટોપી લેવામાં આવી હોવાનું છે. તમામ બ્રોડબેન્ડ સ્ટાફને મતદાન મથક કે જ્યાં આ કનેક્શન અપાયા છે ત્યાં ડયૂટી ફાળવી દેવામાં આવી છે તેમજ રાજકોટ શહેર અને જિલ્લામાં અપાયેલ જોડાણો ૧/પ/૨૦૧૪ના સાંજ સુધી કાર્યરત રહેશે. ચૂંટણી અધિકારીની માગણી અનુસાર બીએસએનએલ દ્વારા રાજકોટ શહેરમાં ૧૦૪ તેમજ રાજકોટ ગ્રામ્યમાં ૧૨પ મળી કુલ ૨૨૯ કનેક્શન આપવામાં આવ્યા છે.